Asim Bakshi

રીયુનિયન

ટૂંકી વાર્તા : રીયુનિયન

છેલ્લા ૬ મહિના થી અજય અને તેના ચાર પાંચ મિત્રો કોલેજ ના કલાસમેટ્સ ના રીયુનિયન નું પ્લાનિંગ કરતા હતા અને લગભગ ૮૦ % મિત્રોને શોધી કાઢવા માં સફળ થયા હતા અને આશરે ૩૦ વર્ષ પછી નું આ રીયુનિયન હોય મોટાભાગે બધાએ હા કહી હતી, ફક્ત જેને બધા સિલ્ક સ્મિતા કેહતા હતા તેનો સંપર્ક નહિ કરી શક્યા હતા. એના લગ્ન અમેરિકા થયા હતા પણ છેલ્લા ૧૦ વર્ષ થી તેનો કોઈ સંપર્ક રહ્યો ના હતો, તેના અમેરિકાના જુના અડ્રેસ પર એક ઇન્વિટેશન કાર્ડ મોકલી આપ્યું હતું.

પેહલા કોલેજના કમ્પાઉન્ડમાં ક્લાસમેટ્સનું લંચ અને જુના પ્રોફેસર્સનું સન્માન અને કલાસમાં એક કલાક બેસીને વાતો કરવાનો પ્રોગ્રામ હતો, આજે એ દિવસ આવી ગયો હતો અને અજય અને તેના મિત્રોએ બધી તૈય્યારી કરી લીધી હતી. એક પછી એક મિત્રો આવવા લાગ્યા હતા અને ખુબજ આનંદથી એક બીજા ને ભેટી ને ખુશી નો ઈઝહાર કરતા હતા. પ્રોફેસર્સ પણ આવી ગયા અને તેઓ કઈ કેહવા માંગતા હતા, બધા કોલેજ ના કમ્પાઉન્ડ માં ખુરશી પર ગોઠવાય ગયા હતા.

સર ની સ્પીચ ચાલુ થઇ ગઈ, એટલામાં એક મોટી ગાડી દરવાજા માં દાખલ થઇ અને એમાંથી સિલ્ક સ્મિતા ઉતરી “ઓ માય ગોડ, બધા બોલી ઉઠ્યા, હજુ પણ એવીજ, unbelievable, રેશમી વાળ, ગોરો રંગ, કાળી પાણીદાર આંખો ને અદભુત અદા, વાઈટ ટોપ અને જીન્સ ની પેન્ટ, બધા જ ચોંકી ગયા કે એની ઉપર સમય ની કોઈ અસર જ નહિ થઇ હતી. એ શાંતિ થી આવીને ખુરસી પર બેસી ગયી અને સ્પીચ સાંભળવા લાગી.

બધાને તાલાવેલી કે ક્યારે સ્પીચ પુરી થાય ને સિલ્ક સ્મિતાને જઈને મળીયે. અર્ધા કલાકના ઇંતેજાર પછી સ્પીચ પુરી થઇ ને બધા સિલ્ક સ્મિતા ને ઘેરી વળ્યાં. સિલ્ક સ્મિતા એ મૃદુ અવાજ માં કહ્યું “સોરી લેટ થઇ પણ હું સિલ્ક સ્મિતા નથી પણ એની દીકરી છું, મમ્મી હવે આ દુનિયા માં નથી એ ૧૦ વર્ષ પેહલા સ્વર્ગલોક સિધાવી ગઈ છે પણ મારી પાસે એક પ્રોમિસ લીધી હતી કે જયારે પણ મારા ક્લાસ નું રીયુનિયન થાય તો તું જરૂર જજે, અને મારા ડેડીએ મને અહિંયા મોકલી છે અને મારી મમ્મી ની wish પુરી કરવા આવી છું.”

બધા અવાચક થઇ ને તેની વાત સાંભળી રહ્યા અને બધાને એવું મેહસૂસ થયું કે ખરે ખર સિલ્ક સ્મિતા આપણી વચ્ચેજ છે, ભીની આંખે બધા લંચ લેવા ચાલ્યા ગયા !!!! રીયુનિયન માં Reincarnation થયું ?

લેખક:- આસીમ બક્ષી

Advertisements

Categories: Asim Bakshi

Leave a Reply