Asim Bakshi

ગમે તો વાહ કેહજો

કોઈ કહી ને ગયું હતું
કે મારી રાહ જો જો
હું થોડો ડગી ગયો
સમય કહે ચાલતા રેહજો

જ્યારે પણ હોઠે આવે નામ
જરા પ્રેમ થી તમે બોલજો
ક્યારે ભૂલી જાઓ મને
પેલો યાદોનો પટારો ખોલજો

પ્રેમ અનહદ કર્યો હતો
લાગણીઓ થી તોળજો
લખજો મારા માટે કઈ
કલમ અશ્રુઓમાં બોળજો

ભીના રસ્તે ચાલ્યા હતા
એકલા છત્રી ના ખોલજો
પગલાં સ્પષ્ટ દેખાશે આસીમ
સ્વપ્ન ની પાંપણ ખોલજો !!!

-આસીમ !!!

Advertisements

Categories: Asim Bakshi

Leave a Reply