Dr. Akhtar Khatri

અચૂકપણે

કોઈ રહે ન રહે, હું સંગાથે રહીશ અચૂકપણે,
કોઈને ગમે ન ગમે, તને પ્રેમ કરીશ અચૂકપણે.

સુખમાં હસીશું સંગાથે, દુઃખમાં સહારો બની,
તું જ્યારે રડશે, તો હું પણ રડીશ અચૂકપણે.

ઈચ્છે તો પણ ભુલાવી નહીં શકે મને, કેમ કે,
રોમ રોમમાં, કણ કણમાં ભળીશ અચૂકપણે.

કદી જો જુદા થઈએ તો ફરીથી એક થઈશું,
તારી વાટ નિહાળતો તને મળીશ અચૂકપણે.

વચન છે, સાથે જીવવા, મરવાનું, ‘#અખ્તર’,
જે ક્ષણે તું, તે જ ક્ષણે હું મરીશ અચૂકપણે.

-ડો. અખ્તર ખત્રી

Advertisements

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply