Payal Unadkat

બધા નિયમ ફગાવી દઉં

દો મંજૂરી મને છૂપું સરાજાહેર લાવી દઉં,
ફરે છે દંભમાં એની હકીકતને સુણાવી દઉં,

છે હોઠે મીત શબ્દો છે સજેલા, કેમનું બોલું?
નયન એને હજારો નાગ રમતા હું બતાવી દઉં!

વચન જૂઠા દઈને કામ પોતાનું કરી લેતા,
રજા આપો તો એની જીભને તાળું લગાવી દઉં,

સતાવે જે ગરીબોને ને લૂંટે લાજ અબળાની,
છતાં ફરતા રહે ઉન્નત, મળે તક તો પતાવી દઉં,

પ્રસિદ્ધિ આપતા જે દેશને વંદન કરું દિલથી,
બનાવે દેશ વિરોધી બધા નિયમ ફગાવી દઉં.

– પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply