Advertisements

Category: Dr. Vishnu M. Prajapati

8 Life Lesions From Corona

8 Life Lesions From Corona જીવનમાં દરેક પ્રસંગો આપણને કંઇક શીખવવા આવે છે. કોરોનાને પણ તેમાનો એક જ ભાગ સમજી લઇએ તો કોરોના વાયરસથી આપણને જીવનના મહત્વના પાઠ શીખવા જોઇશે. જેમાં, ૧. Social Distance : ભારતીય રહેણીકરણીમાં આ શબ્દ હવે ઉમેરાયો છે. ખરેખર તો આપણે સોશિયલ ગેધરીંગમાં જ […]

Advertisements

લૉકડાઉન વખતે લૉક કરી રાખવા જેવા ૨૧ નિયમો

લૉકડાઉન વખતે લૉક કરી રાખવા જેવા ૨૧ નિયમો. ખૂબ જ વ્યસ્ત અને એક એક મિનિટ માટે ભાગદોડ કરતી આપની જિંદગી એકાએક સાવ થંભી ગઇ છે. ‘સમય જ નથી મળતો’ એવું કહેનારા લોકો હવે ‘સમય જ નથી નિકળતો’ કહેતા થઇ ગયા છે. જેમ ‘ઘૂમના જરૂરી હૈ ‘ એવું કહીને […]

તુલસીક્યારો

તુલસીક્યારો ‘જાન્વીબેનનું ઘર ક્યાં છે?’ મધુવન નર્સરીના ડિલીવરી બોયે સોસાયટીના ગેટ પરના ચોકીદારને પૂછ્યું. જો કે કોઇપણ કુરિયરવાળો આવે કે અજાણ્યું આવે એટલે બધા એમ જ કહેતા બીજી લાઇનમાં જે ઘરમાં તમને ખૂબ જ ફૂલછોડ અને રંગબેરંગી ફૂલો જોવા મળે તે ઘર…! જાન્વીનું ઘર તેમના ઘરનંબરથી નહી પણ […]

લૉકડાઉન

લૉકડાઉન ડો. પ્રતિકે સોસાયટીમાં પગ મુકતા જ કેટલીક તીક્ષ્ણ નજરો તેમને જાણે રોકવા આડી ધરી દીધી હોય તેમ જોઇ રહી હતી. સોસાયટીના ગ્રુપમાં એક સભ્યએ મેસેજ પણ કરી દીધો હતો કે અત્યારે દવાખાને જતા ડોક્ટર્સ પણ સૌથી ખતરનાક વાહક ગણાય છે અને બસ ત્યારથી જ કોઇકના મનમાં એ […]

હોલિકા દહન

હોલિકા દહન – વિશ્વ કલ્યાણનો સંકલ્પ વૈદ્યરાજ અને તેમના મિત્ર શ્રીધરજી આરોગ્ય વિશેની સુખરૂપ સંભાષા કરી રહ્યા હતા. શ્રીધરજીએ આયુર્વેદ વિશે જાણવાની ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો, ‘વૈદ્યરાજ, અત્યારે કોરોના વાયરસ કે અન્ય મહામારીઓના વધી રહેલા જુદા જુદા વાયરસ વિશે આયુર્વેદ શું વિચારે છે?’ ‘તમે તો જાણો છો કે આયુર્વેદ […]

વેલેન્ટાઇનની વેદના

વેલેન્ટાઇન ડેની સવારે જ વાસંતીને વારેવારે અરીસામાં નીરખવાનું મન થતું હતુ. વાસંતી એટલે વસંતઋતુનું જ જાણે પ્રતિબિંબ…! તેના ચહેરાની જ નહી પણ આખાય શરીરના અંગોપાંગની સુંદરતા દરેકની આંખોમાં વસી જાય તેવી હતી. તેનો જન્મ વસંતપંચમીના દિવસે જ થયેલો એટલે તેનું નામ વાસંતી રાખેલું…! વસંતપંચમી એટલે શિક્ષણની દેવી માં […]

કટી પતંગ

ઉત્તરાયણનો આગળનો દિવસ, પ્રિતીના ઘરના ધાબે આજે સૂનકાર હતો. જ્યાં પાંચ દિવસનો ઉત્સવ રહેતો ત્યાં ખુશીઓનો કરફ્યુ લાગી ગયો હતો. ભારે હૃદયે બે વાર પ્રિતી ધાબા પર ગયેલી પણ પ્રિતેશની યાદોમાં તે ધ્રુસકે ધ્રુસકે રડીને પાછી આવી જતી. ઘરની બહાર થોડીવાર ઉભી રહી ત્યાં એક કપાયેલો પતંગ હવામાં […]

“એ ચગ્યો છે…!”

‘એ ચગ્યો છે….!! ચગ્યો છે…!! અમારો પેલો લાલ પતંગ ચગ્યો છે…!!’ કોઇ છોકરી તેના મધૂર કંઠે માઇકમાં ગાઇ રહી હતી. જો કે તે અગાશીની આગળ એક ઉંચી દિવાલ હોવાથી તેને જોઇ શકાતી નહોતી પણ તેનો મીઠો અવાજ સંભળાઇ રહ્યો હતો. ત્યાંથી પાંચેક મકાન દૂર રહેલા ધાબા પર પતંગ […]

નવું કેલેન્ડર

ઉગમણાં ઘરના આખા ખુલેલા દરવાજેથી તડકો સીધો મોટા રૂમમાં અડધે સુધી આવી ગયો હતો. ખુલ્લા દરવાજામાંથી તડકાની સાથે આવતી ઠંડી લહેર ગરમાવાને દૂર લઇ જતી અને ત્યારે તડકાની સામે બેસેલા કરસનદાદા પોતાના શરીરને શાલમાં લપેટી લેતા. પંચોતેર વટાવીને જીવનના બાકી રહેલા દા’ડા ગણી રહેલા કરસનદાદાને હવે કોઇ બાકી […]

ખાલીપો

શહેરના ઘોંઘાટથી જોજનો દૂર સાવ સાદુ ગામડું ગામ અને તેમાં બે ત્રણ પાકા મકાનમાં એક મકાન શંભુદાનું… આજેય ઘણાના ઘરો પર જુના નળીયા અને ભીંતોની તિરાડોમાંથી તેમની ગરીબી ડોકાઇને બહાર આવતી હતી. દિવાળીની રજાઓ આ વખતે વહેલી પુરી થઇ હતી. દેવદિવાળી સુધી ઘર હર્યુભર્યુ રહેતું પણ આ વેકેશનમાં […]

કમિશન

‘મલય, આમને કુર્તા બતાવી દેજે. તેમની એક સાડી કાઉન્ટર પર બિલ માટે મુકી છે. મારે બીજા કસ્ટમર છે.’ કપડાના શોરૂમમાં સેલ્સમેન પોતાના કસ્ટમરની આપલે કરતા હોય તેવી જ રીતે જૈમિને તેના એક કસ્ટમરને મલય તરફ મોકલ્યા. પોતાના ગ્રાહકમાં વ્યસ્ત મલયે ગામડાના સાવ અભણ અને ગમાર લાગતા તે પતિ-પત્નિ […]