Advertisements

Category: Poems / कविताए

Very Nice Poems

નયનવા

સમજાવી દે યાર નયનવા, હાકલ ખુદને માર નયનવા, જગ આખું જગદીશ ચલાવે, કેમ ઉપાડે ભાર નયનવા? ઈચ્છા અવળી રોજ પુકારે, સંયમથી કર ઠાર નયનવા, શબ્દો તારા જેને ખૂંચે, મૌન અધરથી માર નયનવા, કડવા સત્ય વચન ઉચ્ચારે, નક્કી એની હાર નયનવા, પકડી લ્યો ને હાથ અમારો, નાવ લગાવો પાર […]

Advertisements

એમ જ કયાં ઉઘડે ઉન્નતિના દ્વાર

એમ જ કયાં ઉઘડે ઉન્નતિના દ્વાર; સંઘર્ષનો સાગર કરવો રહ્યો પાર, નિષ્ફળતા મળે ચાહે લગાતાર; આગળ વધો, હડસેલીને હાર, નિશદીન અકળાવતાં નવ પ્રશ્નને; ઉકેલવા રહો સદૈવ તમે તૈયાર, ન ગમતું, ન ફાવતું કાર્ય હો તો પણ; લાવો ના કદીપણ કંટાળો લગાર, એક ધ્યેયથી આગળ વધ્યા કરો; માની નિજ […]

हो गए

बीड़ी सिगरेट के धुएं भी जाफ़रानी हो गए, लोग दौलत की बदौलत ख़ानदानी हो गए।  मैने सहरा की जमीनों को समंदर कर दिया, मुझसे मिलकर मेरे दुश्मन पानी पानी हो गए।  वो भी दीवारों के अंदर कैद हो कर रह गया, हम भी बचपन की कोई भूली कहानी […]

છૂટશે શબ્દ તલવાર થૈ મ્યાનથી

છૂટશે શબ્દ તલવાર થૈ મ્યાનથી, તોડશે કોઇનું દિલ એ આસાનથી, જીતશો જંગ અભ્યાસ ને જ્ઞાનથી, સ્થિરતા આવશે બુદ્ધ સમ ધ્યાનથી, શુદ્ધતા રાખશું ભક્તિ ભાવે કરી, કામ કરશે મહાદેવ ફરમાનથી, સ્થિતપ્રજ્ઞ બની જીવતા આવડે, ના અસર થાય વિપરીત હવામાનથી, એષણાઓ ઘણી ઊભરે ફાલતું, થઇ સમજદાર છોડું એને ભાનથી, ભાળશો […]

હોય ના

વેદના સંભારવાની હોય ના, ભાવથી સત્કારવાની હોય ના, ઠોકરે જે કાળના ખંડીત થઇ, રાંગ એ ઉદ્ધારવાની હોય ના, શબ્દ જેના તીર જેવા ખૂંચતા, વાત એ વધારવાની હોય ના, છંદને લય પ્રાસમાં જેના મળે, એ ગઝલ સુધારવાની હોય ના, જંગ છે આ જિંદગી આખી સનમ! એક હારે હારવાની હોય […]

એકાંતે બેસી

બાંધ્યો ઈચ્છાઓને પાળો, એક દિવસ એકાંતે બેસી, કર્મોનો કર્યો સરવાળો, એક દિવસ એકાંતે બેસી, માણ્યો શીત લહર શિયાળો,એક દિવસ એકાંતે બેસી, લાગ્યો ઠંડીમાં હૂંફાળો, એક દિવસ એકાંતે બેસી, બળબળતા વૈશાખી તાપે જનજન ત્રસ્ત બની અકળાતો, સાથ સ્વજન લાગ્યો હેમાળો, એક દિવસ એકાંતે બેસી, ટોળામાં શાને શોધો છો; આતમ […]

આપણે

ચંદ્રમાને આંગણામાં નોતરીશું આપણે, ચાંદનીની ઠંડકે થોડાં ઠરીશું આપણે, ચાંદનીને પણ પિયર લાગે જ્યાં થોડું ઢૂંકડું, ચિત્ર એ બ્રહ્માંડના પણ ચીતરીશું આપણે, તારલાને પણ ગમે આરામ કરવો બે ઘડી, ઓસરીમાં ઘાસ થોડું પાથરીશું આપણે, આગમનથી એમના અજવાળવાને આયખું, વીજસમ ઝબકાર દીવાના કરીશું આપણે, સત્ય નિષ્ઠાને ફરજથી જીવશું જીવન […]

આપણે

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) ચંદ્રમાને આંગણામાં નોતરીશું આપણે, ચાંદનીની ઠંડકે થોડાં ઠરીશું આપણે, ચાંદનીને પણ પિયર લાગે જ્યાં થોડું ઢૂંકડું, ચિત્ર એ બ્રહ્માંડના પણ ચીતરીશું આપણે, તારલાને પણ ગમે આરામ કરવો બે ઘડી, ઓસરીમાં ઘાસ થોડું પાથરીશું આપણે, આગમનથી એમના અજવાળવાને આયખું, વીજસમ ઝબકાર દીવાના કરીશું આપણે, સત્ય […]

પ્રેમ એટલે….

પ્રેમ એટલે…. મારા શબ્દે તું અને તારા મૌને હું ! મારા ગુસ્સે તું અને તારા સ્મિતે હું ! મારા સુખમાં તું અને તારા દુઃખમાં હું ! મારા સ્મરણે તું અને તારા વિરહે હું ! મારામાં જે તું અને તારામાં જે હું !

ઈશ્વર દયાની મૂર્તિ છે તું

(ગાગાલગા ગાગાલગા ગા) સુંદર સલોની સૃષ્ટિ છે તું, મનને મળી એ તૃપ્તિ છે તું, વરસે વધું કે રાખતી કોરા, વામન વિશાળ વૃષ્ટિ છે તું, અકળાતું સર્વત્ર ફરે જે, પામે પરમ સંતુષ્ટિ છે તું, હર જીવને મનગમતું આપે, પાવન પવિત્ર પુષ્ટિ છે તું, નજરે ધરે ના ત્રુટીઓને, ઈશ્વર દયાની […]

ગોપીગીત

મેં માથે ઉપાડી હેલ હેમની રે! મારી સાથે છે સહિયર ગામની રે! કાના મારગડો મારો રોક મા રે! મારે શીરે ઉપાધિ છે કામની રે! મારો પાલવડાને તું ખેંચમાં ને! થોડી શરમ તો રાખ તું નામની રે! મને સપને આવીને સતાવતો જે, આજ યાત્રા કરાવે ચારોધામની રે! હેતે માથેથી […]

મને

હું દીવો બની અજવાળું તને, તું આવ જરા પ્રગટાવ મને… હું તડકો બની સ્પર્શું તને, તું સુરજ બની રેલાવ મને… તું વેલ બની વીંટળાય મને, હું વૃક્ષ બની વળગું તને… હું સુગંધ બની મહેકાવું તને, તું ફૂલ બની અપનાવ મને… તું નદી બની માંગ મને, હું દરિયો બની […]

કરીએ

વિતી ગયેલી કાળરાતનું હવન કરીએ, હૈયે ભરેલા જઝબાતનું ભજન કરીએ, ઉકેલી સુખ-દુઃખના સર્વ સમીકરણો, સરવાળા હેતના નિજ ભવન કરીએ, ઊગતાને અવરોધે એ નિંદામણ કરી, મ્હોરી શકે મન એવું ઉપવન કરીએ, સુંઘાડી સંજીવની બુટ્ટી પ્રેરણાતણી, આ જીવન રણને લીલેરું વન કરીએ, ખર્યા પછી જવાનું જ છે એને શરણ, ધરી […]

સહારો છે

(લગાગાગા×4) નહીં અકળાય એ સુંદર; વિચારોનો સહારો છે, કરે સર્જન ગઝલ કે ગીત; સૂરાનો સહારો છે, અરે! થંભી જશે હમણાં ભલેને ડોલતી હોડી, નથી મજધાર વચ્ચે એ કિનારાનો સહારો છે, મહામારી સભર છે રાતદિવસ ખુબ અજંપો છે, થયા ઔદાર્યના દર્શન નજારાનો સહારો છે, નથી દોલત કે શોહરત સાંપડી; […]

હશે

(ગાલગાગા ગાલગાગા ગાલગા) કંટકો પર ફૂલ થર કરતી હશે, મા જ સુંવાળી ડગર કરતી હશે, જે સફરમાં ચાલતા મારા કદમ, રાહ એ સુખથી સભર કરતી હશે, થાય મન આ જો કદી બેબાકળું, પ્રેમથી એને સબર કરતી હશે, એક નાની જીદ જો આ મન કરે, પૂરવા માટે કસર કરતી […]

ઠપકારમાં

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) કેટલા રૂઆબથી ફરતા રહે છે દરબારમાં, એ કરે દુષ્કર્મ તો દેખાય ના અખબારમાં, રાખવા સંભાળ પાણીના સબંધો માનવી, બાંધવો સંગાથ તોડે ગાંઠ એ પળવારમાં, કામ જેને કંઇ ના બીજા ઉપર માંડે નજર, શાસ્ત્ર એના પર લખે ને ખુદ રહે ચકચારમાં, ધૂન એવી સાંભળે આઠે […]

बाकी सब ठीक है

ख्वाबों के शहर से अब कहाँ रास्ता मेरा ….. एक उम्र हो गई, अब नींद से कहाँ वास्ता मेरा ।। थोड़ी तकलीफ़ , थोड़ा गम, थोड़ी परेशानियाँ है बाकी सब ठीक है …. चंद मुश्किलें , थोड़ी उलझन , थोड़ी बेचैनियाँ है बाकी सब ठीक है ….. जी […]

વંદન

(લગાગાગા×4) ખુમારી કાળજે રાખી એશો આરામ ત્યાગે છે, કરીને વ્યક્તિની સંભાળ એ વાયરસને નાથે છે, સફાઈ ગામની રાખે હજારો છે નમન એને, નિરોગી રાખવા સૌને શ્રમિકો જાત બાળે છે, કરે છે કાળજીથી એ બધી પરવાહ દરદીની, તબીબી લોક ને વંદન, એ આખી રાત જાગે છે, ઘડી દીધા ઘણા […]

હે ઈશ્વર, હવે તો તારો આ ખેલ પૂરો કર

રમતો બધી રમાઇને પુરી થઈ ગઈ.. જુના ફોટાઓ ય જોવાઇ ગયા.. અને જુના દિવસો પણ જીવી લીધા.. ફરજિયાત રજાઓ નથી જોઈતી હવે.. હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પૂરો કર.. કંટાળો આવી ગયો છે હવે.. બીક વાળી સ્વચ્છતાનો.. સેનીટાઇઝર અને માસ્કનો.. ઘરમાં ગોંધાઈને રહેવાનો.. સાવ ખોટુ […]

પ્યારી માઁ

બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો “માં”, સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો “ઓય માં”, સ્કૂલે જતા જતા રોજ કેહતો “બાય બાય માં”, મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો “આ તો મારી માં”, ભાઈ બેહનો ને ઝગડી ને કેહતો “મારી એકલાની માં”, કોલેજ થી ફરવા જવું હોય તો […]

ગઝલમાં

(લગાગા લગાગા લગાગા લગાગા) બધી વાત વ્હાલી વણી લો ગઝલમાં, હ્રદય સાચવેલું સ્મરી લો ગઝલમાં, ના મત્લા ના મક્તા ના છંદે મઢો પણ, રચી સૂર ગમતો ઢળી લો ગઝલમાં, ના ફૂલો બિછાવી શકો સંમતિના, અરે! આવકારો કરી લો ગઝલમાં, શરીરે ના તાકાત ના રૂપ રંગો, છે મોકો જુવાની […]

જોઇએ

એક સગપણ તો મજાનું જોઇએ, જીવવાનું એ બહાનું જોઇએ, જીતમાં જે આવતું’તું દોડતા, હારમાં પણ એ વફાનું જોઇએ, આવશો ના ચાંદનીમાં નાહવા! પણ અમાસે આવવાનું જોઇએ, હાસ્યથી કે દર્દથી છલકી ઉઠે, આંખને કારણ વ્યથાનું જોઇએ, ગીત નાટક કે ગઝલ કંઇપણ લખો, પાત્ર રામાયણ કથાનું જોઇએ, એકલા ઉત્સવ કદી […]

હવે

(ગાલગાગા ગાલગાગા ગાલગા) તોડવા શાને બધાં નિયમ હવે, સામને દેખાય છે જો જમ હવે, જીવતર આખું સમર્પણ જેમને, આખરી બાજી તું એની રમ હવે, આજસુધી ના કદી ખોટું કર્યું, આજ શાને એ કરે છે ખમ હવે, વાત કરતા જે ફરે બદલાવની, એમના વર્તનમાં છે ક્યાં દમ હવે, જાત […]

આશ

આશ આશા છે એક એવા મિત્ર ને પામવાની જેને મળવાનું મન થાય જેને જોઈ હોઠ મલકાય જેની સામે હ્રદયનો બોજ ઠલવાય જેને પોતાનું કહેવાની આશ છલકાય આશા છે એક એવા મિત્ર ને પામવાની દુ:ખ માં જે બે શબ્દ કહી શકે સુખ માં સાથે હસી શકે જે વિના શબ્દે […]

એકાંતે બેસી

(ગા × 16) બાંધ્યો ઈચ્છાઓને પાળો, એક દિવસ એકાંતે બેસી, કર્મોનો કર્યો સરવાળો, એક દિવસ એકાંતે બેસી, માણ્યો શીત લહર શિયાળો,એક દિવસ એકાંતે બેસી, લાગ્યો ઠંડીમાં હૂંફાળો, એક દિવસ એકાંતે બેસી, બળબળતા વૈશાખી તાપે જનજન ત્રસ્ત બની અકળાતો, સાથ સ્વજન લાગ્યો હેમાળો, એક દિવસ એકાંતે બેસી, ટોળામાં શાને […]

અંતરે અજવાશ છે

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) પાંદડું ના ટૂટશે એને અધર ડંફાશ છે, લો કરી લો કર્મ સાચા કેટલી નવરાશ છે, ના હુકમ છે કોઇનો ના ભાર મન પર કામનો, શાંત ચીત્તે સાંભળું ટહુકા ઘણી હળવાશ છે, બંદગીમાં માગતા’તા એકપળ ફૂરસદ મળે, લો ફળી એ પ્રાર્થના સુકુન સત્યાનાશ છે, બોલ […]

મારું ગુજરાત

મારું ગુજરાત…. વિશ્વફલક પર ગુંજી રહ્યો જે નાદ શિરમોર એ મારું ગુજરાત, વતનપ્રેમી નામ એનું લેતા થાય વિભોર એ મારું ગુજરાત, નરસૈયાના પ્રભાતિયાં ને મીરાનાં પદ ગાતા ગાતા, સૌ નરનારીની થતી જ્યાં સુંદર ભોર એ મારું ગુજરાત, સાબરમતી, શેત્રુંજી ને અરબ, હિંદે સાચવ્યા જળરત્નો લખલૂટ, સરદારના સપનાની નર્મદા […]

હાસ્ય રાખે છે

(લગાગાગા×4) નિખાલસતા મઢાવીને અધર પર હાસ્ય રાખે છે, જમાનો દુશ્મની ભીતર; નજર પર હાસ્ય રાખે છે, નથી ગમતા એ પાદર જ્યાં વિતાવ્યું બાળપણ સુખે, નિહાળી દૂરથી ઝગમગ; નગર પર હાસ્ય રાખે છે, અરેરે! ઓહ! એ ઉદ્દગાર કરશે ચિત્ર માટે એ, ના હલશે પાંદડું દિલનું; અસર પર હાસ્ય રાખે […]

જોયા

(8×ગા) સૂરજ ઊગ્યે આગળ જોયા, સંધ્યાટાણે પાછળ જોયા, માનવ જેવા આ પડછાયા, સુખદુઃખમાં એના તળ જોયા, ભૂલેલું સપનામાં જોતાં, પ્રત્યક્ષ થાશે અંજળ જોયા, વેલી નાજુક નમણી અંગે, ભીંતે ચડવાના બળ જોયા, વર્ષોથી ખુલ્લા મંદિરના, વાસેલા એ ભોગળ જોયા, ચમકી ક્ષણમાં ઊડી જાતા, વચનો એના ઝાકળ જોયા, ફોરમ માટે […]

શ્રી ગણેશા

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા) જિંદગીનો છે સહારો શ્રી ગણેશા, નાવડી ઝંખે કિનારો શ્રી ગણેશા, દોષ સૌ સંસારના તો દૂર કરતાં, ભૂલને મારી સુધારો શ્રી ગણેશા, વિશ્વ આખાના તમે કષ્ટો નિવારો, વાંક શું છે રે અમારો શ્રી ગણેશા, હાજરીથી આપની સંકટ ના આવે, આપવા ધરપત પધારો શ્રી ગણેશા, થાળમાં છે […]

હોવી જોઇએ

હોવી જોઇએ (ગાલગાગા × ગાલગાગા × ગાલગાગા × ગાલગા) હો ઉદાસી આંખમાં એને હસાવી જોઈએ, સાવ નાની વાતને સ્મિતે મઢાવી જોઈએ, આયના સામે ધરેલી આંખ હોવી જોઇએ, આ ચહેરા સંગ વાણી પણ સજાવી જોઈએ, હાથમાં આવેલ તકથી સ્વયં તો ઝળકી શકો, અન્ય કાજે પણ એ ખંતથી ગજાવી જોઈએ, […]

ભૂમિકા

ભૂમિકા (હાઈકુ) ♦♦♦♦♦♦ અરજ ઇશ! ભજવાય ભૂમિકા, માનવતણી, ♦♦♦♦♦♦ પ્રાર્થના પ્રભુ! સચવાય ભૂમિકા, સ્નેહી બની, ♦♦♦♦♦♦ માગુ ઈશ્વર! કચવાય ભૂમિકા, વિદ્રોહી તણી, ♦♦♦♦♦♦ વિનંતી વિભૂ! લજવાય ભૂમિકા, પાખંડ ભરી, ♦♦♦♦♦♦ વર દે કાન્હા! જળવાય ભૂમિકા, જીવનતણી. ♦♦♦♦♦♦ -પાયલ ઉનડકટ

જોયા

(ગા 8) સૂરજ ઊગ્યે આગળ જોયા, સંધ્યાટાણે પાછળ જોયા, માનવ જેવા આ પડછાયા, સુખદુઃખમાં એના તળ જોયા, ભૂલેલું સપનામાં જોતાં, પ્રત્યક્ષ થાશે અંજળ જોયા, વેલી નાજુક નમણી અંગે, ભીંતે ચડવાના બળ જોયા, વર્ષોથી ખુલ્લા મંદિરના, વાસેલા એ ભોગળ જોયા, ચમકી ક્ષણમાં ઊડી જાતા, વચનો એના ઝાકળ જોયા, ફોરમ […]

આ વિરામ જરુરી હતો

અંત તરફ આંધળી દોટ મૂકી હતી આ દુનિયાએ, એના અંતને ઠેલવવા આ વિરામ જરૂરી હતો. શોખીન તો થયા બધા પણ શોખ ભૂલી ગયા, એ શોખ પાછાં કેળવવા આ વિરામ જરૂરી હતો. લોકોએ પક્ષ બદલ્યો, પક્ષોએ સરકાર બદલી, રૂંધાતી લોકશાહી માટે આ વિરામ જરૂરી હતો. રચ્યા કુદરતે દૃશ્યો ઘણા, […]

હળવાશની એક હઝલ

હળવાશની એક હઝલ હવે તો ખમૈયા કર, ઓ કોરોના કીટાણું, આખી દુનિયાએ આદર્યું છે, બાંયો ચઢાવી ધીંગાણું. જે પ્રતિદિન રળતાં હતાં, લાખો રૂપિયા ચપટીમાં, લમણે હાથ મૂકી બેસવાનું આવ્યું છે ટાણું. ભલભલા ખેરખાંઓ શોધે છે, બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ, મોલ, આર્કેડ, બુટિક બંધ છે, કેમ કરવું હટાણું ? રેસ્ટોરાં, […]

હોય છે

બંધારણ-ગાલગાગા ગાલગાગા ગાલગા➖➖➖➖➖➖➖➖➖ બીજને તો વાવવાનું હોય છે,નષ્ટ હો એ દાટવાનું હોય છે, જે મળે એ માણવાનું હોય છે,ના ફરજથી ભાગવાનું હોય છે, દિવસે ઉજાસમાં ઓઝલ થતું,રાતભર એ તાકવાનું હોય છે, શીત વાયુ પણ દઝાડે જેમને,હૂંફ આપી ઠારવાનું હોય છે, દૂર છે મંઝિલ ને રસ્તે કંટકો,અવગણીને ચાલવાનું હોય […]

શું થશે!

(ગાગાલગા×3) કારણ વગર જાગી જવાયું શું થશે!ચાલ્યા નથી થાકી જવાયું શું થશે! આવી પડેલા કામ કરતા પેટ દુખે,જંજાળથી ભાગી જવાયું શું થશે! ચાલાક મન અવળું વિચારી મેળવે,મીઠાશ એ ચાખી જવાયું શું થશે! હોઠે વરખ વાણી કહે અંતર કટુ,મન એમનું તાગી જવાયું શું થશે! તકતી લગાવી સાધુની ફરતા બધે,એ […]

બતાવો

(લગા લગાગા લગા લગાગા) નગર વચાળે ફરી બતાવો,દરદ કોઇના હરી બતાવો, ગમે મધુરા શબદ અમારા ,અમી અધરથી જરી બતાવો, ભર્યુ છે કૌવત ઘણું શરીરે ,અવળ વહેણે તરી બતાવો, વગર ગુનાએ સજા મળી છે,કદમ એ બાજુ ભરી બતાવો, બની વિધાતા નસીબ લખતાં,વિપદ જો આવે તરી બતાવો, વસંત ખીલી સહેજ […]

સમજદારી

મળે દર્દ કે ખુશી એ બન્ને સાથે યારી કરી લો,સ્નેહથી મળી છે જે સોગાત મંગલકારી કરી લો, આપશો એ જ પામશો છે રીત જગતની જુની;ભૂલી દોષ અન્યના સ્વયં સમજદારી કરી લો, છે વ્યાકરણ સંબંધોનું અટપટું અને અઘરું?સરભર કરવા બંધનને વાત વ્યાપારી કરી લો, રાખ્યો છે શોખ ભાવ સ્નેહને […]

નાકાબંધી

(ગાગા×4) ઈશ્વર એવો ખિજાયો છે,કેવો મહારોગ ફેલાયો છે, નાકાબંધી જ સહારો છે,કોરોના જો રેલાયો છે, કેદ કરી પંખી ખુશ થાતો,કેવો પીંજર પુરાયો છે, સંકટનો કાળો ઓછાયો,જગ આખામાં ઘેરાયો છે, પાપ ઘણા કરતા ના ચૂક્યો,આજે એ ખૂદ ફસાયો છે, આફતથી બિલકુલ ના ડરજો,ઘરમાં ઉપચાર સવાયો છે, દાતા! માફ કરો […]

બનાવી દો

(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા) ભગાવો દૂર ભય મારું જીવન સુંદર બનાવી દો, બનાવો સ્નેહમય પ્યારું જીવન સુંદર બનાવી દો, જલાવો દીપ આશાનો મને મારગ બતાવે જે, નથી ગમતું આ અંધારું જીવન સુંદર બનાવી દો, મને માનવ મહેરામણ તણા મેળાવડાં વ્હાલા, કરું કિલ્લોલ સહિયારું જીવન સુંદર બનાવી દો, કરું […]

બેસી રહું

જે સ્પર્શથી કંચન બનું અડક્યા વગર બેસી રહું,પાયલ પહેરીને પગે થરક્યા વગર બેસી રહું, સાવજ સમું લઇ કાળજું સંકટ બધા સંહારતી,પણ વાત આવે વ્હાલની ડણક્યા વગર બેસી રહું, પાંપણ ઉપર પણ નીંદનો ઊંડો પ્રભાવ છે કેમ રે?અવહેલના એની કરી પલક્યા વગર બેસી રહું! સુખ સાંપડે સામીપ્યથી જેના ભલે […]

દ્વાર

એમ જ કયાં ઉઘડે ઉન્નતિના દ્વાર;સંઘર્ષનો સાગર કરવો રહ્યો પાર, નિષ્ફળતા મળે ચાહે લગાતાર;સ્વીકારે છે કયાં એકપણ હાર, નિશદીન અકળાવતાં નવ પ્રશ્નને;હોય છે ઉકેલવા એ સદૈવ તૈયાર, ન ગમતું, ન ફાવતું કાર્ય હો તો પણ;આવે છે કયાં એને કંટાળો લગાર, એક લગનથી આગળ વધ્યા કરે;માની નિજ કર્મને પૂજાનો […]

સોપો પડ્યો છે

(લગાગાગા×4) વિદેશી ઘાત આવી છે નગરમાં સોપો પડ્યો છે,નવો આઘાત લાવી છે નગરમાં સોપો પડ્યો છે, તું કોરોના બધાના જીવ લેનારી પુતના માસી,અસુરી જાત આવી છે નગરમાં સોપો પડ્યો છે, વિચારે વિશ્વ આખું નાથશું કેવા હથિયારે,મગજમાં વાત આવી છે નગરમાં સોપો પડ્યો છે, સુનામી પૂર ને ભૂકંપ સામે […]