Advertisements

Category: Payal Unadkat

બેસી રહું

જે સ્પર્શથી કંચન બનું અડક્યા વગર બેસી રહું,પાયલ પહેરીને પગે થરક્યા વગર બેસી રહું, સાવજ સમું લઇ કાળજું સંકટ બધા સંહારતી,પણ વાત આવે વ્હાલની ડણક્યા વગર બેસી રહું, પાંપણ ઉપર પણ નીંદનો ઊંડો પ્રભાવ છે કેમ રે?અવહેલના એની કરી પલક્યા વગર બેસી રહું! સુખ સાંપડે સામીપ્યથી જેના ભલે […]

Advertisements

દ્વાર

એમ જ કયાં ઉઘડે ઉન્નતિના દ્વાર;સંઘર્ષનો સાગર કરવો રહ્યો પાર, નિષ્ફળતા મળે ચાહે લગાતાર;સ્વીકારે છે કયાં એકપણ હાર, નિશદીન અકળાવતાં નવ પ્રશ્નને;હોય છે ઉકેલવા એ સદૈવ તૈયાર, ન ગમતું, ન ફાવતું કાર્ય હો તો પણ;આવે છે કયાં એને કંટાળો લગાર, એક લગનથી આગળ વધ્યા કરે;માની નિજ કર્મને પૂજાનો […]

સોપો પડ્યો છે

(લગાગાગા×4) વિદેશી ઘાત આવી છે નગરમાં સોપો પડ્યો છે,નવો આઘાત લાવી છે નગરમાં સોપો પડ્યો છે, તું કોરોના બધાના જીવ લેનારી પુતના માસી,અસુરી જાત આવી છે નગરમાં સોપો પડ્યો છે, વિચારે વિશ્વ આખું નાથશું કેવા હથિયારે,મગજમાં વાત આવી છે નગરમાં સોપો પડ્યો છે, સુનામી પૂર ને ભૂકંપ સામે […]

કોને કહું

(ગાગાલગા×3) આફત નવી રોજે પડે! કોને કહું?ના દોષ મારો સાંપડે! કોને કહું? “આપી જવાબો જીવજે!” મન તો કહે,પણ આ હ્રદય તો બાખડે! કોને કહું? છે ટોપલી આ કર્મની દોષે ભરી,આ જીવ એમાં જઇ સડે! કોને કહું? જે હોઠથી તો મધભરી વાણી કહે,સંવેદનાઓ ના જડે! કોને કહું? જેવી કલમ […]

કાડ્રિયૉગ્રામ

કાડ્રિયૉગ્રામ ચોખવટ ને ચર્ચા જ્યાં લંબાય,સંબંધ સૌ ત્યાં કેમ જળવાય! વાતે વાતે લાગણીઓ તોડાય,તંતુ ઊરના કેમ કહો જોડાય? ના કરો સંબંધોમાં છાનભીન,કોઈ પંખીનો માળો પીંખાય, કોણ પોતિકું ને કોણ છે પરાયુ!એ તો મુશ્કેલીમાં જ પરખાય! ઉદાસી જોઈ ખુદ પણ કરમાય,સ્વજન એ જ જે સ્મિતે રેલાય સ્પર્શ વિના કશું […]

કરી લો

મળે દર્દ કે ખુશી એ બન્ને સાથે યારી કરી લો,સ્નેહથી મળી છે જે સોગાત મંગલકારી કરી લો, આપશો એ જ પામશો છે રીત જગતની જુની;ભૂલી દોષ અન્યના કાર્ય બધાં હિતકારી કરી લો, છે વ્યાકરણ સંબંધોનું અટપટું અને અઘરું?સરભર કરવા બંધનને વાત વ્યાપારી કરી લો, રાખ્યો છે શોખ ભાવ […]

પગભર 

પગભર  પ્રસન્ન ચિત્તથી હાસ્ય લાવી શકાય છે,પડતર જમીનમાં બીજ વાવી શકાય છે, સહજતા દાખવી સંબંધો જાળવવા,અપાચ્ય વાત કે વર્તન ચાવી શકાય છે, ગમા અણગમાને નજર અંદાજ કરીને,મળ્યું એને ગમતું કરી ચલાવી શકાય છે, ભૂલવા ચાહે લાખ કોઈપણ સદા માટે,એક મીઠા સ્મરણમાં આવી શકાય છે, નસીબ કે પરીસ્થિતીને કોસવાને […]

નહિ શકો

(ગાલગાગા × ગાલગાગા × ગાલગાગા ×ગાલગા) ભેજ છે જે કાષ્ઠમાં એને જલાવી નહિં શકો, કોતરાયું કાળજે એને છુપાવી નહિં શકો, હાથ ઝાલીને હરિનો નાવ જે હંકારતા, લાખ કોશિશો કરો એને ડુબાવી નહિં શકો, ડંખ લાગ્યા જે કળીને બાગના ભમરા થકી, કેટલું જળ સીંચશો એને સજાવી નહિં શકો, આવતી […]

આપી જુઓ

(ગાગાલગા×4) ભાંગી પડેલી ભીંતને આધાર તો આપી જુઓ,જડતા ભરેલી રીતને પડકાર તો આપી જુઓ, પ્રીતમ વસે પરદેશ જેનો જાગતી જે રાતભર,એ પ્રાણ પ્યારીને નયન પલકાર તો આપી જુઓ, જીવન સફરની દોડમાં હારી જવું હોતું રહે,નિર્જીવ થયું છે જે હ્રદય થડકાર તો આપી જુઓ, લાલચ બતાવી આપશે રાવણ સરીખી […]

નિખાલસતા

(લગાગાગા×4) નિખાલસતા મઢાવીને અધર પર હાસ્ય રાખે છે,અરિના કોઇપણ પ્રહારને એ માત આપે છે. વચન કે વાતને વળગી રહે જે શ્વાસ છેલ્લો હો,સફર આ જિંદગીની એમને આસાન લાગે છે, ના પરવા માલ મિલકત કે નથી ખ્વાહિશ પ્રસિધ્ધિની,સહારે જેમના ખીલાય એ સંગાથ માગે છે, ફરે છે છુંદણામાં નામ જેનું […]

થયો છું

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા) કૈંક ઘાવો સાચવી પથ્થર થયો છું,કોતરાવી જાતને ઈશ્વર થયો છું, શીશ પર ગંગા સમર્પણની ધરીને,ઝેર જગના જીરવી શંકર થયો છું, રત્ન છે ઊરે ભરેલા તો ય ખારો,આવતાને સંઘરી સાગર થયો છું, એકધારી દોડથી હાંફી ગયેલાને,શાંતિ દેવા કાજ હું અવસર થયો છું, હાર પામી આવશે મસ્જિદ […]

ઓછું પડ્યું

(ગાલગાગા ગાલગાગા ગાલગા) વાંચવાને મન, મનન ઓછું પડ્યું,ઢાંકવાને તન, કફન ઓછું પડ્યું, ખોલવા પાંખોં ગગન ઓછું પડ્યું,વેરવા વાતો કવન ઓછું પડ્યું, ખીલવા માટે સુગંધી ફૂલને,કેકટસવાળું ચમન ઓછું પડ્યું, શબ્દ સરગમ શ્વાસ સાથે છોડતાં,વાહવાહીનું ગવન ઓછું પડ્યું, એક તણખો આમ તો કાફી હતો,વીજ ઝબકારે દમન ઓછું પડ્યું, તારલો આકાશમાં […]

અર્પણ

(લગાગાગા લગાગાગા લગાગા) ઉઠી જેના ઉપરથી છત્રછાયા,નથી હોતા જરા પણ ઓરમાયા, બહુ બોલ્યા કરે મરવું છે મારે;એ ક્યાં છોડી શકે છે એક માયા! ખબર છે નષ્ટ થાશે અંતકાળે,છતાં શણગારતા સૌ રોજ કાયા. ગમે સંગાથ કરવો તાડનો ને,અપેક્ષા હોય છે શીતળ જ છાયા. સફળતાની ઇમારત બાંધવી છે!વગર નાખ્યે જ […]

શ્રદ્ધા

લગાગાગા × લગાગાગા × ગાગાગાગા અહલ્યા છું મને પથ્થરમાં શ્રદ્ધા છે,મને મારા વ્હાલા ઈશ્વરમાં શ્રદ્ધા છે, આ મન ક્યારેય ન અવળું આચરે કંઈપણ;મને મારાં મળ્યા ભણતરમાં શ્રદ્ધા છે ! એ મઝધારે નહીં દ્યે ડૂબવા નૌકા;અરે,મોજાં!મને સાગરમાં શ્રદ્ધા છે ! સ્મશાને ભસ્મ ચોળી ને ભલે બેઠો;રટણ એનું કરું હરહરમાં […]

જાગે છે

(ગાલગાગા લગાલ ગાગાગા) રાતભર એક નારી જાગે છે,સાથ એને અટારી જાગે છે, આવશે દ્વાર ચાલી ગઇ છે જે,આશથી એક બારી જાગે છે, સૂર્ય ના તાપથી તપી ઊઠી,ચાંદને ચાહનારી જાગે છે, એકલી એ જ ક્યાં છે સમજીને ,ચાંદ સાથે બિચારી જાગે છે, આવશે જાળમાં હરણ નક્કી,એ વિચારી શિકારી જાગે […]

ઝાંખી છે

(ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા) અગણિત એવી ઈચ્છા મનમંદિરમાં સ્થાપી રાખી છે,શબ્દોમાં ઉતરી એ જીવનની આછેરી ઝાંખી છે, ઊગે ના દિવસ જેના વિના ને આથમતો પણ છે,ગીત ગઝલને મેં શ્વાસે શ્વાસે કંડારી નાખી છે, હરપળ જીવન રંગીન કરી ઇન્દ્રધનુષી રંગ ભરે,ઉદાસીને દૂર કરે ગીત ગઝલ જાણે સાકી છે, મીઠા […]

ગ્રહણ

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા) છોડો રસમ,ખાઓ કસમ ખુલ્લા કરો શૈતાનને!ના હારજો, સંહારજો, ના બક્ષજો હેવાનને! જ્વાલા બની સળગાવશે એ ના હવે ભડથું થશે,અબળા નથી ના છોડશે એ કોઈ પણ બેઈમાનને, નિયમ પછી એ તોડશે ના રાહ જોશે ન્યાયની,બસ માનશે અંતરતણા સૌ ન્યાયને ફરમાનને, લઇ હાથમાં ખંજર,ખડગ તૂટી જશે […]

મંથન

(ગાલગાગા ગાલગાગા ગાલગા)એક સગપણ તો મજાનું જોઇએ,જીવવાનું એ બહાનું જોઇએ, જીતમાં જે આવતું’તું દોડતા,હારમાં પણ એ વફાનું જોઇએ, દોષ બીજાના જ જોયા શું કરો!થોડું મંથન આતમાંનું જોઇએ, હાસ્યથી કે દર્દથી છલકી ઉઠે,આંખને કારણ વ્યથાનું જોઇએ, એકલા ઉત્સવ કદી ના માણજો,સુખ સહિયારું બધાનું જોઇએ, જાવ છો તો આવજો ના […]

જિંદગી

દામ વિના ક્યાં જડી છે જિંદગી?શ્વાસ સાથે સાંપડી છે જિંદગી, પોતિકા સાથે રહે છે ચૂપ એ,ખુદ સાથે બાખડી છે જિંદગી, સાચવી છે કાળજીથી ભરતે,રામજીની ચાખડી છે જિંદગી, જીવવું દુર્લભ છતાં જીવાય છે,અંધ માટે આંખડી છે જિંદગી, પ્રિયતમ સંગે મળે બેચાર પળ,તો ગુલાબી પાંખડી છે જિંદગી, તાંતણે સૂતરના ગૂંથે […]

સમય

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) ઓટલે આવી સભામાં બેસવાનો છે સમય,જિંદગી બાકી રહી એ માણવાનો છે સમય! એક પડકારે ધ્રૂજાવી નાખતા બ્રહ્માંડને,કાંપતા હોઠે હવે વાગોળવાનો છે સમય, રોજ આધેડો બધા ભેગા થતાં જે બાંકડે,આજ એ સુના થયા સંભારવાનો છે સમય! સાવ જાણે હો નકામા એમ જોતાં લોક સૌ,આખરી ટાણે […]

આપી જુઓ

(ગાગાલગા×4) ભાંગી પડેલી ભીંતને આધાર તો આપી જુઓ,જડતા ભરેલી રીતને પડકાર તો આપી જુઓ, પ્રીતમ વસે પરદેશ જેનો જાગતી જે રાતભર,એ પ્રાણ પ્યારીને નયન પલકાર તો આપી જુઓ, જીવન સફરની દોડમાં હારી જવું હોતું રહે,નિર્જીવ થયું છે જે હ્રદય થડકાર તો આપી જુઓ, લાલચ બતાવી આપશે રાવણ સરીખી […]

શ્યામનું ગીત ગવાયું.

માનસપટ પર તો એ જ છવાયું,અંતરને જે લાગે સૌથી સવાયું, હો મીષ્ટ અઢળક મુખ સન્મુખ,પણ, દંતથી ક્યાં બધુંય ચવાયું! મનની વાત નથી સહેલી કહેવી,હોઠે તો વરખસહિત જ લવાયું, હથિયાર એકેય ના ઘાયલ કરતું,જેટલું વાણીના વારે મન ઘવાયું, આજીવન મનગમતું રટ્યા કર્યુ,અંત સમયે શ્યામનું ગીત ગવાયું. -પાયલ ઉનડકટ

વિશ્વ માતૃભાષા ગૌરવ દિન

ઈ. સ. ૨૦૦૦ની સાલથી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા ગૌરવ’ દિનની ઉજવણી કરવામાં આવે છે તેની ખબર ઘણાને હશે, પણ આ ઉજવણી શા માટે ૨૧મી ફેબ્રુઆરીએ જ કરવામાં આવે છે તેની ખબર બહુ ઓછા લોકોને હશે. ઈ. સ. ૧૯૯૯ની ૧૭મી નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની પેટા સંસ્થા ‘યુનેસ્કો’ દ્વારા […]

કૈલાસવાસી

ભસ્મ સ્મશાનની ચોળી અંગે,રાખે ભૂતની ટોળી સદા સંગે, પહેરી સર્પમાળા ગ્રીવાએ,રુદ્રાક્ષ ગળે ધર્યુ શિવાએ, કર્યો સર્પનો શણગાર નિજકંઠ,હળાહળ વિષ ધરે નીલકંઠ, જટાપર તો ગંગાજી અવતરી,શોભાવે મસ્તકે શશી ચંદ્રમૌલી, નયનથી ક્રોધ છલકાવે જતિ ,કરે નટરાજ તાંડવ ઊમા પતિ, ફરે છે નંદી પર કરીને સવારી,શ્રાવણ માસે ભજે સૌ નરનારી, સ્મશાને […]

આવ્યા તમે

(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા) વેરાન રણ છે જિંદગી, ગુલાબ થઈ આવ્યા તમે,આંખે મઢેલી પ્રેમની ,કિતાબ થઈ આવ્યા તમે. આ એકલું એકાંત પણ,જાણે બન્યું છે બેકલું,એકેકમાંથી થાય બે, હિસાબ થઈ આવ્યા તમે, ચરણે ધર્યું તનમન બધું ના કોઇએ હૈયે ભર્યા,આપ્યા દિલાસા દાદના ઈલકાબ થઇ આવ્યા તમે, ઝૂકી અને ખુદ […]

રાત જાગે છે

(લગાગાગા×4) નિખાલસતા મઢાવીને અધર પર હાસ્ય રાખે છે, અરીના કોઇપણ પ્રહારને એ માત આપે છે. વચન કે વાતને વળગી રહે જે શ્વાસ છેલ્લો હો, સફર આ જિંદગીની એમને આસાન લાગે છે, ના પરવા માલ મિલકત કે નથી ખ્વાહિશ પ્રસિધ્ધીની, સહારે જેમના ખીલાય એ સંગાથ માગે છે, ફરે છે […]

મને આપજે

( ગાલગા ગાલગા ગાલગા ગાલગા) પ્રેમમાં સાથ તારો મને આપજેજિંદગીભર સહારો મને આપજે આકરા સૌ પ્રહારો મને આપજે,ઝીલવા એકતારો મને આપજે, ના અપેક્ષિત હશે ચીજ વસ્તુ કોઈ,લાગણીમાં વધારો મને આપજે, જે નસીબે નથી ખેવના ના કરું,કલ્પનામાં નજારો મને આપજે, છું હું પથ્થર છતાં પ્રાણની ઝંખના,તું ચરણ સ્પર્શ તારો […]

મૌન

નથી બોલાતુ જે હોઠથી,એ બોલી જાય છે મૌન, હોય મનને સાંભળવું કંઇ,ત્યારે કોરી જાય છે મૌન, રાઝ આ હ્રદયના સઘળા,કેવા ખોલી જાય છે મૌન! બોલ્યા વગર કોઇ સમજે,ત્યારે ડોલી જાય છે મૌન, છે ભાર શબ્દમાં કેટલો,એ તોલી જાય છે મૌન. -પાયલ ઉનડકટ

પુલવામા

લોહીથી એ લથબથ કાયા,તોયે નાદ અમર હિન્દ ગવાયા, દેશભક્તિ રગરગમાં દોડી,ખુન આંખોમાંથી રેલાયા, દિકરો સરહદ ઉપર સૂતો,માતા શમણામાં હરખાયા, દુશ્મન છાને પગલે આવ્યા,પીઠ તરફ પ્રહાર કરાયા, સોંપીને દેશ જવાનોને,વીરથી અંતિમ શ્વાસ ભરાયા. ******* લેખિકા : પાયલ ઉનડકટ

અંજળ

(ગાલગાગા ગાલગાગા ગાલગા) માનવીથી માનવી હરખાય તો, વેદનાઓ આંખથી વંચાય તો? ઓશબિંદુ હો ભલે આ જિંદગી, લાગણીથી તરબતર છલકાય તો? સાંભળો ના કોઈ શબ્દો સ્નેહના, ઘાવ અંતરના જરા પડઘાય તો? કાર્ય સારા ના કરો તો ચાલશે, આચરી અવળું આ મન શરમાય તો? ભૂલ થી ભૂલી જવાયું જેમને, સાવ […]

નૂતન પ્રભાત છે…

નિરાશા ગગનમાં ઉડાડો, ને જીવન ઉમંગે સજાવો, ઊગ્યું આજ નવલું પ્રભાત છે… અદેખાઇ ઈર્ષા ને છોડો, ને હેલી વહાલી વહાવો, ઊગ્યું આજ નૂતન પ્રભાત છે, વિવાદી હો વાતો એ ટાળો, સહજતા ને સ્નેહે સ્વીકારો, ઊગ્યું આજ નૂતન પ્રભાત છે, આ તારું આ મારું એ છોડો, બધું આપણું છે […]