Advertisements

Category: SHORT STORIES / लघु-कथाए

Short stories

ઓપરેશન

શહેર ની એક ખૂબ મોટી અને ખ્યાતનામ હોસ્પિટલ. એ હોસ્પિટલમાં લગભગ તમામ રોગોની સારવાર થતી. તમામ પ્રકારની દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ પણ અંદરજ થઈ જતા. દર્દી એ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે એટલે એને ક્યાંય બહાર જવાની જરૂર જ નહીં. તમામ પ્રકારની સુવિધા ત્યાંજ મળી રહેતી. પાંચ માળની શહેરની […]

Advertisements

સશક્તિકરણ

“સશક્તિકરણ” (સત્ય ઘટના) ચાણસ્મા પાસેના એક નાનકડા ગામથી એક પટેલ પરિવાર અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં સ્થાયી થયેલો. કાનજીભાઈ એમનું નામ. કાનજીભાઈ અને એમનાં પત્ની બંને ટેલીફોન ખાતામાં નોકરી કરે. ધીમે ધીમે બંનેના પગારમાંથી થોડી બચત થઈ, થોડી રકમ વતનમાંથી લાવીને એક ડુપલેક્ષ મકાન ખરીદ્યું. કાનજીભાઈ ઓછું ભણેલા એટલે એમને […]

વધતી ઉંમર

આવ વધતી ઉંમર આવ તને હું મેકઅપ કરું હાસ્ય રાખું મોઢે હંમેશા ચિંતા ને હું પેકઅપ કરું આવે જો નેગેટિવ વિચારો એને હિંમત થી shut-up કરું ફક્ત મધ ઝરતા વિચારો ને મિત્રો ને હું વોટ્સ એપ કરું રાખું સંભાળ તબિયત ની મિત્રો સાથે મીઠી ગપશપ કરું સ્વાદ સાદગી […]

મોકલ

ભરપૂર મોસમ મોકલ છલોછલ મોસમ મોકલ સંતાડી ને લઇ જા ગરમીને ઋતુઓ ની રાણી મોકલ ઝરમર ઝરમર પોરાં મોકલ ભીના પવન ના ઝોંકા મોકલ જીવ રૂંધાય છે આ લહાય માં માટી ની મીઠી મહેક મોકલ લીલીછમ લીલોતરી મોકલ સાવન ની કંકોત્રી મોકલ કોરા કટ આકાશ ને ઢાંક વાદળો […]

હું યે એકવાર વહુ જ હતી ને !

હું યે એકવાર વહુ જ હતી ને ! માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ. અમારી પડોશમાં જ રહે. એમનો જયંત મારા જેવડો. મારો દોસ્ત. અમે સાથે ભણીએ, એટલે એકબીજાના ઘરમાં જવા-આવવાનો, રમવા-જમવાનો નિકટનો સંબંધ. માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે. પોતાના દીકરા જેવો જ માને. ભણી-ગણીને […]

જવાબદારીનો બોજ

જવાબદારીનો બોજ વહેલી સવારે પાંચ વાગ્યે જાગી ફ્રેશ થઈ નંદા પૂજા ઘરમાં પ્રવેશી ખરી પણ આજે ભગવાન સામે ન તો દિપક પ્રગટાવ્યો કે ન તો ધૂપસળી કરી, બસ એ મંદિરની સામે બેસી બાલ ગોપાલને પારણીયે ઝુલાવતી અને પોતાના બાલ ગોપાલ સામે આંખેથી આંસુ સારતી,પોતાનું હૈયું હળવું કરવાં બાલ […]

ડિજિટલ વાવાઝોડું

ડિજિટલ વાવાઝોડું ચોમાસાની એ ઢળતી સાંજ.બપોર પછી વરસાદ થંભી ગયો હતો પણ ઠંડો ઠંડો પવન વાતાવરણમાં હજી ભીનાશ પ્રસરાવી રહ્યો હતો. સૂર્યદેવ અસ્તાચળે ક્ષિતિજ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. હું પણ બસ સ્ટોપ પર બસની રાહ જોતી હતી. સમયસર આવતી બસ આજે ઉપરવાસમાં વરસાદનાં લીધે જરા મોડી પડી […]

એકના એક

આપણામાં કહેવત છે, કે ,”દીકરી ને ગાય દોરે ત્યાં જાય” એ વાત સુલભા ના કિસ્સામાં લગભગ લાગુ પડે છે. બાકી સુલભા એટલે સર્વ ગુણ સંપન્ન. રુપ માં તો એની બરોબરી કોઈ કરી શકે એમ છે જ નહીં .ભણતર ની તો વાત જ જવા દો, સુલભા એન્જીનીયર થઇ ત્યાં […]

સાદગી

લઘુકથા: સાદગી રમજાન ઈદ ના ચાર દિવસ જ બાકી હતા…ને અમીના, નગ્મા, સલમા,, નાઝિયા..બધા છેલ્લી શોપિંગ કરવા નીકળવાના હતા…બધા ભેગા થઈ આયેશા ને ત્યાં એને બોલાવવા ગયા. આયેશા તૈયાર થઈ ને સહેલીઓ સાથે નીકળી પડી…હસી મજાક કરતા કરતા બધાએ ખૂબ શોપિંગ કર્યું…સાંજ સુધીમાં ઘરે પાછા ફર્યા..આયેશા છ વાગ્યા […]

માણેકમાની મેંડી(ભેંસ)

વાર્તા: માણેકમાની મેંડી(ભેંસ) ‘પશુ પક્ષી મારા જ અંગો, કેમ દૂર કરું મુજથી. પશુ પીડનથી પીડા થાય,શાને સહેવાય મુજથી?’ ‘મેં તને શેટલીવાર કીધું ક આ મેંડીન મારે નથી વેસવી, તોય ગરાક લઈન શમ આયો?’ ‘પણ બાઈ(બા) આપણ ઢોર વધાર થઈ જ્યાં સ એટલ મન ઈમ ક થોરાં ઓસાં કરીએ.’ […]

ख्वाहिश है

इस बारिश्मे दिल की ख्वाहिश है, तालाब में गिरती पहले पहले बारिश की बूंदो को देखने की। आम के पेड़ो पर सावन के झूले बांधकर झूलने की, फूटपाथ के किनारे दौड़ते पानी में कागज़ की कश्तिया चलाने की। भीगी राहों पर खुल्ले पैर से घास को छूते हुए […]

અઢી અક્ષર

અઢી અક્ષર શહેર નામે કલકત્તા અને હું સોહમ અનાથ પણ દેખાવડો ચોર. મારો સાથી છે ખાસ અને એકમાત્ર મિત્ર રાજેશ, લગભગ મારી જ ઉંમરનો અને બાંધાનો, અમારા બંનેના ગાળાની નીચે જમણા ખભાની ઉપર એકસરખું લાખું પણ છે. અમે બંને મળી નાની મોટી ચોરીઓ કરી મજાની જિંદગી જીવતા હતા. […]

Flower Shop ખુલે તો

Flower Shop ખુલે તો થોડા તાજા ફૂલ લાવી ને લોક ડાઉન ના વીતેલા દિવસો પર ચઢાવવા છે. એક અવસર આપ્યો જેણે ઘર ને માણવાનો , પોતાને જાણવાનો ને એકલતાને ગળે લગાડવાનો. આરામ થી ગીતો સાંભળવાનો નવા નવા પકવાનો ટ્રાય કરવાનો , ગમતી મુવીઝ જોવાનો. પોતાની સાથે વાતો કરવાનો […]

મનીઓર્ડર

શીર્ષક:- “મનીઓર્ડર” “હર્ષિદાબેન…તમારો મનીઓર્ડર.” પોસ્ટમેનની હાકલથી સહજ મલકાતાં હર્ષિદાબેન વ્હીલચેરના પૈડાંઓને બે હાથે ઠેલતાં દરવાજે પહોંચ્યાં. “લાવો..સહી કરી દઉં. આમ પણ આ ‘મનીઓર્ડર’ છેલ્લો જ છે.” પોસ્ટમેને સહી કરાવી પત્રોના બંડલને બગલથેલામાં મૂકી માથેથી ટોપી સાથે પોસ્ટમેન તરીકેની ફરજને સંકેલી બાજુએ મૂકી. હર્ષિદાબેનના રૂમનાં એક ખૂણામાં રહેલ પાણીનાં […]

ખુદા જબ દેતા હૈ તો

ચાર ઘરનું કચરા-પોતા અને વાસણ ઉટકવાનું કામ પતાવી શારદા જયારે બપોરે સાડા બાર વાગ્યે ઘરે પાછી ફરી ત્યારે ચારેય છોકરાવ ભૂખ્યાંડાંસ બેઠા હતા જેવી શારદા ઘરે આવી કે ચારેય બાળકો એને વીંટળાઇ વળ્યા: “મમ્મી ખૂબ ભૂખ લાગી છે તું જલદી ખાવાનું બનાવને! હવે તો રહેવાતું નથી…’ અગિયાર વરસની […]

ટુકડો

ટુકડો ‘મેડમ,સાહેબ બોલાવે છે,’ પટાવાળાએ બે વાર અર્પિતાને કહ્યું. નીચું જોઇને કામ કરતી અર્પિતાની આંગળીઓ કમ્પ્યુટરના કી બોર્ડ ઉપર ફરતી રહી. પટાવાળો આનાથી ટેવાયેલો હતો. એણે અર્પિતાના ટેબલ ઉપર હાથની આંગળીઓથી ટકોરા પાડ્યા અને ત્રીજી વાર વધારે જોરથી એ જ વાક્ય બોલ્યો, ‘મેડમ, સાહેબ બોલાવે છે.’ અર્પિતાએ પટાવાળા […]

પ્રેમ

પ્રેમ નોંધ : આ લેખ સમજાશે નહિ છતાં વિચાર કરી શકશો તો ચોક્કસ સમજાશે. પણ 100 માંથી 95 લોકો સમજ્યા પછી પણ એના ઉપર વિચાર નહિ કરી શકે કેમ કે માણસ પોતાનો સ્વભાવ ક્યારેય બદલી નથી શકતો એટલે એ ક્યારેય લાલચ છોડતો જ નથી. આ વિષય ઉપર લખવું […]

વચલો માર્ગ

વચલો માર્ગ ‌યજ્ઞેશની ધારણા સાચી હતી. યામા બારણામાં ઊભી ઊભી એની રાહ જોઈ રહી હતી અને મમ્મીનો ગુસ્સાથી લાલ પીળો થતો ચહેરો બિલકુલ એની કલ્પના મુજબનું જ ચિત્ર ઉપસ્થિત હતું. ઓફિસની બહાર નીકળવાનું યજ્ઞેશ ને ગમતું નહીં .ઘણીવાર થતું કે ઓફિસથી છૂટીને સીધા કોઈ બસુખથીમા બેસી રહેવું . […]

वख्त पर मैंने मुकदमा चलाया

वख्त पर मैंने मुकदमा चलाया हँसता हुआ वह कठेरे में आया आहिस्ता से हाथ थामा मेरा तक़दीर को गवाह बनाया ज़ुबानी दी भरी कचेरी में बचपन में मुझे गले लगाया जब आयी जवानी भरपूर अपनी मस्ती में मुझे बिताया बुढ़ापा अभी बाकी है दोस्त ऐसा कहकर मुझे सताया […]

પરિચય

“પરિચય” એક ઉજ્જડ વેરાન રેલ્વેસ્ટેશન પર વહેલી સવારે ટ્રેન ધીમી પડી અને આખી ટ્રેનમાંથી એક યુવાન ખભ્ભા પર એક હાથે કોટ લટકાવી ઉતર્યો. ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો આજુબાજુ કોઈ જ ન હતું કહેવા માત્રનું પ્લેટફોર્મ હતું, આ પ્લેટફોર્મ પર વર્ષોથી કોઈ મરમ્મત સમારકામ કરાવેલું ન હોય […]

ગુરુની વાતને ગિરિધારી પણ ન ટાળી શકે.

ગુરુની વાતને ગિરિધારી પણ ન ટાળી શકે. વૃંદાવનમાં એક સંતની પાસે થોડાં શિષ્ય રહેતાં હતા તેમાં એક શિષ્ય મંદ બુદ્ધિનો હતો. એક વાર ગુરુ દેવે બધા શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને બધાને એક મહિનાના માટે વ્રજમાં અલગ-અલગ સ્થાન પર રહેવાની આજ્ઞા દિધી. તે મંદ બુદ્ધિ બાળકને બરસાના જઈને […]

रखा है

कहते है नाम में क्या रखा है फिर भी दिलमे एक छुपाए रखा है आ जाता है कभी लबो तलक बरसो से जो दिलमे छुपाए रखा है दुनिया अभी भी अनजान है क्यों उसे दिलमे छुपाए रखा है इश्क़ का यही हुन्नर है अभी तक छुपाये रखा है […]

ना राह है ना मंज़िल है

ना राह है ना मंज़िल है, ना कारवाँ है ना कहकशां है, फिर भी ऐ ज़िन्दगी, तेरे साथ चलने में अजब नशा है।  यह मुश्किलों के दौर में, हरेक इंसान फ़सा है, वही कहलायेगा ज़िंदादिल, जो ऐसे दौर में हसा है।  चारो तरफ खामोशियाँ है, तन्हाइयों में शहर […]

નાયણ જીવણ

નાયણ જીવણ વાલજી વશરામે કેટલીએ બાધાઓ ને માનતાઓ રાખ્યા પછી એમનાં લગ્નના સાતમે વર્ષે વાંઝિયામેંણું ભાંગવા આવેલી ભગલી ઉર્ફે ભગવતી. આવી તો આવી પણ, પાછળ બીજા ત્રણ ભાઈઓ લેતી આવી. એવી રીતે એ કંકુવરણાં પગલાંવાળી ને નસીબવંતી સાબિત થઈ. રાધનપુરના ખમતીધર ને સમાજના મોવડી એવા પ્રભુરામના દીકરા રમલા […]

કનુ, કાનુડો, કનૈયો

વાર્તા : કનુ, કાનુડો, કનૈયો સ્કૂલની નોકરીમાંથી હું હમણાં જ રિટાયર થઈ હતી. વર્ષોથી સવારના સાતથી બપોરના ત્રણ સુધીની રોજની આવનજાવનથી ટેવાઇ ગયેલાં મગજ અને શરીરને ઘરમાં બેસી રહેવાનો અનુભવ નવો લાગતો હતો. ગૃહજીવન નિયમિત હતું અને નિરાંતનું હતું. દિવસો શાંતિથી પસાર થતા હતા. બપોરની શાંતિ પણ મજાની લાગતી […]

इस साल की बारिश में

इस साल की बारिश में एक छाते में साथ चलना मुश्किल होगा बूंदे टपकती होगी ज़ुल्फ़ों से हाथों से हटाना मुश्किल होगा तुम भीगना जी भर के साथ भीगना मुश्किल होगा चाहे कड़केगी बिजलियाँ बाहों में समाना मुश्किल होगा बोहोत बुलाएगी भीगी राहें साथ चलना मुश्किल होगा असर […]

સન્નાટો 

ટૂંકી વાર્તા: સન્નાટો ‘કોઈના અભરખા અધૂરા રહે છે, કોઈની કામુકતા પ્રાણને ભરખે છે.’ વૈશાખ પોતાનો પ્રભાવ ગરમી આપીને બતાવે છે. દિવસભર તો લોકડાઉન જેવી સ્થિતિ થાય છે. એટલે લોકો રાત્રીના સમયે બહાર નીકળે છે, પરંતુ રાત એ રાત છે. થાકીને મધ્યરાત્રીએ સૌ જંપી જાય છે એવે સમયે કોણ […]

क्लास रूम

क्लास रूम में क्या क्या बाते हुआ करती थी, बेंच पैर बैठकर गुफ्तगू हुआ करती थी।  कभी दिल को धड़काने वाली बातें, तो कभी फ़ुज़ूल की बाते हुआ करती थी।  कभी कभी नज़रें तिरछी हुआ करती थी, कभी कभी आँखों में नींद रहा करती थी।  सो जाते थे […]

‘સ્મૃતિ’ ની સ્મૃતિ

શીર્ષક:- ‘સ્મૃતિ’ ની સ્મૃતિ આજે ઘણાં વર્ષો પછી મોર્નિંગવોક પરથી ઘરે ફરતાં એક અલગ આનંદ મારા દિલો દિમાગ પર છવાયો.ઘરે પહોંચી ઘરનું તાળું ખોલી સીધાં જ ડીવીડી પ્લેયરમાં રોમેન્ટિક ગીતોની સીડી વગાડવાનું મન થયું અને મેં ગીતો મુક્યા પણ ખરાં. રસોડા તરફ જઈ મેં મારા હાથે સવારની પ્રથમ […]

જીવનસાથી

શીર્ષક : જીવનસાથી પિયુષભાઈ અને ચેતનાબેન.. લગ્ન જીવનના ૩૯ વર્ષ પૂરા કરી ૪૦ માં વરસમાં પ્રવેશ કર્યો.એમના દીકરા રોનકે કહ્યું, પપ્પા આપણે બધા સાથે દિવાળી પછી ફરવા જઈશું .દિવાળીના દિવસો હતા એટલે પિયુષભાઈ એ ના પાડી અને કહ્યું, દીકરા..તું ને વહુ ને ઢીંગલી ફરી આવો.હું ને તારી મમ્મી […]

સેમિનાર

માઇક્રોફિક્સન શીર્ષક:- સેમિનાર ગામડાની વચ્ચે આવેલી પ્રાથમિક શાળામાં ‘કુદરતી આફત’ વિશેના સેમિનારમાં શાળાના મેદાનમાં ઊભાં કરાયેલા મંચ પરથી રાજકીય આગેવાન બાળકોને સમજણ આપી રહ્યા હતાં. અચાનક સમિયાણું અને સાથે મંચ હલતાં, અણધારી આવેલી કુદરતી આફતના અણસારના ભાગે સૌ મેદાન તરફ દોડ્યાં. મંચ પડવાની રાહ જોતાં સૌ ઊભાં હતાં […]

સમજણનું સરવૈયું

સમજણનું સરવૈયું હવે થાક લાગે છે. આ શહેરનો ટ્રાફિક એટલે તોબા. એમાંય લોકોમાં ‘ટ્રાફિક સેન્સ’ નથી. અલય એકશ્વાસે બોલી ગયો. આ બોલતી વખતે એના મોં પર થાક વર્તાતો હતો. એ વાત સમજતા એની પત્ની ઉલૂપીને વાર નાં લાગી. ઉલૂપી ઈચ્છતી હતી કે અલયની નિવૃત્તિની ઉંમર ક્યારનીય વીતી ગઈ […]

સ્વપ્ન રોળાયું

સ્વપ્ન રોળાયું બિરજુ પાંડે આજે ખુબ ખુશ હતો, લોક ડાઉન હોવા છતાં પણ શેઠે બે મહિના નો પગાર આપી કહ્યું કે જા વતન જઈ આવ. બિરજુએ ઘરવાળા માટે બધી ખાવા પીવાની વસ્તુઓ લઇ એ એક મોટી બેગ માં ભરી, એ ૬ મહિના પછી ઘરે જઈ રહ્યો હતો. એના […]

गर्मियों की शाम

गर्मियों की शाम सुहानी होती है छेड़ दे कोई ग़ज़ल तो और रूहानी होती है एहसास तेरे होने का और तेरा नहीं होना यह सीधी सी बात दिल को परेशानी होती है नज़ारें सब वोही वोही है सब मंज़र जो थी कभी हकीकत क्या ऐसी कहानी होती है […]

કમાણી

વાર્તા શીર્ષક:- “કમાણી” “અરે..મનીયા આ શું કરે છે. તારે તો…!!” ભાનુકાકાના શબ્દો સાંભળતા જ મનીયો એક મહિના પહેલા કાકા સાથે થયેલા સંવાદમાં પહોંચી ગયો. “મનીયા… આ આટલા બધા માસ્કના બોક્સને તારે શું કરવાં છે?” “અરે..કાકા કમાવાનો નુસખો છે. ઓલ્યા ચીનાઓનો રોગ ‘કોરોના’ આજે નહીં તો કાલે અહીં પહોંચવાનો […]

ઓ વહાલી મારી “મા”

ઓ વહાલી મારી “મા” તને પ્રણમુ 🙏💐 💐” મા”💐 ઈશ સમ તું ઓ, વહાલી મારી મા તને પ્રણમુ…. ઓ જન્મદાત્રી રક્તનું બુંદેબુંદ ઋણી છે તારું.. માના કૂખમાં નવ માસ રહી, તું બન્યો માનવ… માના ગર્ભમાં બેટી હણાઈ ગઈ તમાશા બીન જગત જોઈ રહ્યું પુત્ર પામવા કાજે… શ્વાસોચ્છવાસ નું […]

કલંકનું દર્દ

લઘુ વાર્તા : કલંકનું દર્દ ‘એય પાકીઝા, કેમ આજ બોલતી નથી.?’ ‘…….’ ‘પાકીઝા, હું તને પૂછુ છું ?’ તેની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ખરવા લાગ્યા.તે પોતાના ભૂતકાળમાં સરી પડી….પશુપાલનનો ધંધો કરતાં કેટલાંક કુટુંબો પોતાના વતનથી દૂર ઘેટાં-બકરાં લઈને વગડામાં-ખેતરમાં પોતાના ડેરા નાખી રહે છે. ભણવાની ઉંમરે સાગર […]

.. તો મોડુ થઈ જાત !!

.. તો મોડુ થઈ જાત !! એક નાનકડા શહેરની નવી બનેલી સોસાયટીમાં નિકુંજ અને મોહિનીએ નવો બંગલો ખરીદી થોડા સમય પહેલાં ત્યાં રહેવાનુ શરૂ કર્યું હતું. નિકુંજ યુવાન અને ઉત્સાહી હોવાથી તેને સર્વાનુમતે સોસાયટીના સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સોસાયટીમાં રહેતા લોકો સમૃધ્ધ હતા. લોકડાઉન થયાને […]

ઐસા ભી વખ્ત આના ચાહીએ

ઐસા ભી વખ્ત આના ચાહીએ મેં સોચુ ઔર તુમ્હે આના ચાહીએ ના ખલિશ હો ના હો ઇન્તેઝાર તુમ્હે ભી હમે બુલાના ચાહીએ. અંધેરો મેં કહા મહેફિલે સજતી હૈ અબ તો ચરાગ જલાના ચાહીએ ખામોશીયા અચ્છી લગતી હૈ તન્હાઈયો મેં મહેફિલો મેં ગાના ચાહીએ. મંઝિલ ચાહે મુશ્કિલ સહી સફર […]

પંખી ના માળા જેવી જીંદગી

હું જ્યારે પપ્પા ના રૂમ માં સવારે જતો ત્યારે પપ્પાના ખભા ઉપર ચકલી બેઠી હોય.. ચકલો પપ્પા ની બારી પાસે રાખેલ ડીશ માંથી ચણ ખાતો હતો…આ ચકા ચકી ને પપ્પા સાથે મિત્રતા થઈ ગઈ હતી…કોઈ વખત ચકો ચીં ચીં કરતો પપ્પા ના માથે કે હાથ ઉપર બેસે તો […]

दोस्ती का अक्स हूँ में !!

मामूली सा एक इंसान हूँ में मुश्किल नहीं आसान हूँ में समझ लो पढ़कर चेहरा मेरा कहाँ तुमसे अनजान हूँ में प्यार दो प्यार हूँ में तुम्हारा ही यार हूँ में कभी आज़मा लेना मुझे दोस्ती का ताबेदार हूँ में दिल के बोहोत करीब हूँ में तुम्हारा बोहोत […]

આશા

શીર્ષક:- આશા “આશા.. મને માફ કર..મેં આપણા ભવિષ્ય માટે જ કર્યું હતું, આખી જીંદગી નીકળી જાય એટલા પૈસા મળવાના હતાં…..આહહહ…” અચાનક રાજુના હાથમાં જોરથી સોંય ભોંકાઈ. “આંખો બંધ કરીને આરામ કરો ભાઈ..ત્યાં કોઈ નથી, અને તમે અત્યારે સરકારી દવાખાનામાં સારવાર હેઠળ છો.” સ્ત્રીનો અવાજ કાને પડતાં જ આંખો […]

મહેંદી નો રંગ

શીર્ષક : મહેંદી નો રંગ. અમી અને રાજ ના લગ્ન થઈ ગયા.. ને સીમાબેન ના માથે થી એક ભાર હળવો થઈ ગયો. લાલ પાનેતર, મહેંદી મૂકેલા ને મીંઢળ બાંધેલા હાથે…અમી એ સાસરી ના ઉંબરે અક્ષત ભરેલા કળશ ને પગ અડાડ્યો…ને ઘરમાં પ્રવેશ કર્યો…. સીમા બેને વહુ ના ઓવારણાં […]

ડાઘ

ટુંકી વાર્તા: ડાઘ નિયતિ અને રાજ બન્ને ભાઈ બહેન દુનિયામાં એકલા જ હતા..રાજ મોટો ને નિયતિ નાની…રાજ ભણી ને નોકરી કરતો થયો ને નિયતિ કોલેજ જવા લાગી…જાત્રા એ ગયેલા મા બાપ ને અકસ્માત થતાં મૃત્યુ પામ્યા હતા ને બન્ને એકલા પડી ગયા હતા. રાજે કહ્યું, નિયતિ..બહેન..તું ગભરાઈશ નહિ…હું […]