Advertisements

Category: Ujas Vasavda

મનીઓર્ડર

શીર્ષક:- “મનીઓર્ડર” “હર્ષિદાબેન…તમારો મનીઓર્ડર.” પોસ્ટમેનની હાકલથી સહજ મલકાતાં હર્ષિદાબેન વ્હીલચેરના પૈડાંઓને બે હાથે ઠેલતાં દરવાજે પહોંચ્યાં. “લાવો..સહી કરી દઉં. આમ પણ આ ‘મનીઓર્ડર’ છેલ્લો જ છે.” પોસ્ટમેને સહી કરાવી પત્રોના બંડલને બગલથેલામાં મૂકી માથેથી ટોપી સાથે પોસ્ટમેન તરીકેની ફરજને સંકેલી બાજુએ મૂકી. હર્ષિદાબેનના રૂમનાં એક ખૂણામાં રહેલ પાણીનાં […]

Advertisements

પરિચય

“પરિચય” એક ઉજ્જડ વેરાન રેલ્વેસ્ટેશન પર વહેલી સવારે ટ્રેન ધીમી પડી અને આખી ટ્રેનમાંથી એક યુવાન ખભ્ભા પર એક હાથે કોટ લટકાવી ઉતર્યો. ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો આજુબાજુ કોઈ જ ન હતું કહેવા માત્રનું પ્લેટફોર્મ હતું, આ પ્લેટફોર્મ પર વર્ષોથી કોઈ મરમ્મત સમારકામ કરાવેલું ન હોય […]

‘સ્મૃતિ’ ની સ્મૃતિ

શીર્ષક:- ‘સ્મૃતિ’ ની સ્મૃતિ આજે ઘણાં વર્ષો પછી મોર્નિંગવોક પરથી ઘરે ફરતાં એક અલગ આનંદ મારા દિલો દિમાગ પર છવાયો.ઘરે પહોંચી ઘરનું તાળું ખોલી સીધાં જ ડીવીડી પ્લેયરમાં રોમેન્ટિક ગીતોની સીડી વગાડવાનું મન થયું અને મેં ગીતો મુક્યા પણ ખરાં. રસોડા તરફ જઈ મેં મારા હાથે સવારની પ્રથમ […]

સેમિનાર

માઇક્રોફિક્સન શીર્ષક:- સેમિનાર ગામડાની વચ્ચે આવેલી પ્રાથમિક શાળામાં ‘કુદરતી આફત’ વિશેના સેમિનારમાં શાળાના મેદાનમાં ઊભાં કરાયેલા મંચ પરથી રાજકીય આગેવાન બાળકોને સમજણ આપી રહ્યા હતાં. અચાનક સમિયાણું અને સાથે મંચ હલતાં, અણધારી આવેલી કુદરતી આફતના અણસારના ભાગે સૌ મેદાન તરફ દોડ્યાં. મંચ પડવાની રાહ જોતાં સૌ ઊભાં હતાં […]

કમાણી

વાર્તા શીર્ષક:- “કમાણી” “અરે..મનીયા આ શું કરે છે. તારે તો…!!” ભાનુકાકાના શબ્દો સાંભળતા જ મનીયો એક મહિના પહેલા કાકા સાથે થયેલા સંવાદમાં પહોંચી ગયો. “મનીયા… આ આટલા બધા માસ્કના બોક્સને તારે શું કરવાં છે?” “અરે..કાકા કમાવાનો નુસખો છે. ઓલ્યા ચીનાઓનો રોગ ‘કોરોના’ આજે નહીં તો કાલે અહીં પહોંચવાનો […]

આશા

શીર્ષક:- આશા “આશા.. મને માફ કર..મેં આપણા ભવિષ્ય માટે જ કર્યું હતું, આખી જીંદગી નીકળી જાય એટલા પૈસા મળવાના હતાં…..આહહહ…” અચાનક રાજુના હાથમાં જોરથી સોંય ભોંકાઈ. “આંખો બંધ કરીને આરામ કરો ભાઈ..ત્યાં કોઈ નથી, અને તમે અત્યારે સરકારી દવાખાનામાં સારવાર હેઠળ છો.” સ્ત્રીનો અવાજ કાને પડતાં જ આંખો […]

જવાબદારીનું વહન

માઈક્રોફિક્શન વાર્તા:- ‘જવાબદારીનું વહન” એક કટાક્ષ કથા “દીકરા મને અહીં રહેવા દે… હું એક રૂમમાં પડી રહીશ..” “બા..હવે બહુ થયું. આ પ્રભાવતીને પરણીને આ ઘરમાં લાવ્યો છું, હવે તેના આત્મસન્માનની જાળવણી કરવી એ મારી ફરજ છે. વળી જયારે પરણીને આવ્યો ત્યારે તમે જ શીખ આપી હતી કે પ્રભાવતીના […]

પહેલું સુખ તે જાતે નર્યા

“પહેલું સુખ તે જાતે નર્યા” શિયાળાની સવારમાં બાજુએ પડેલા મોબાઈલમાં 6 વાગે એલાર્મ વાઈબ્રેશન સાથે વાગે છે, તુરંત રોશેષ ઝીણી આંખો વડે દસ મિનિટ સુધી સ્નુઝ દબાવી મખમલી ધાબડી માથા સુધી ખેંચી ખલેલ પડેલી મીઠી ઉંઘને પાછો પુકાર કરે છે. પણ દસ મિનિટ પુરી થતા પહેલાં જ હેતાંગનો […]

માંગલિક

मङ्गलम् भगवान विष्णुः, मङ्गलम् गरुणध्वजः। मङ्गलम् पुण्डरी काक्षः, मङ्गलाय तनो हरिः॥ બ્રહ્મદેવ શાસ્ત્રોકત મંત્ર બોલી રહ્યા હતાં અને આ મંત્રોની સાક્ષીએ અખિલેશ અને સૌમ્યા લગ્નબંધનમાં બંધાઈ રહ્યાં હતાં. બ્રહ્મદેવના મંત્રો અને તેના અર્થ સમજવામાં બંને ધ્યાનમગ્ન બની જીવનમાં આવતો આ અનેરો સમય એક ઉત્સવ રૂપે ઉજવી રહ્યાં હતાં. […]

પ્રેમ અમર છે

શીર્ષક:-“પ્રેમ અમર છે” “શ્યામ..તમે મને છોડીને જઈ શકશો?” યમુના નદીના કિનારે વડલાની નીચે શ્યામ અને રાધા એક અલૌકીક અવસ્થામાં, શ્યામના ખભા પર પોતાનું માથું ઢાળી રાધાએ પ્રશ્ન કર્યો. રાધાની આંખો વાટે હૈયું ઓગળી રહ્યું હતું. “રાધે..કર્મના પથ પર આપણે સૌ એ ચાલવું જ રહ્યું.” “તમને કર્મપથની ચિંતા છે! […]

ઘડતર

ઘડતર: “સૌરભ…અરે તે આ શું કર્યું? સાવ આવડત વગરનો અણઘડ છે. તને સમજાય નહીં તો તારે મને પૂછી નથી શકાતું! “ જાગૃતિ તેના સાત વર્ષના ઓરમાયા દિકરાને તેનો કાન મરડી ખીજાઈ રહી હતી. જાગૃતિ સૌરભને ઘરના વિવિધ કામો અવારનવાર સોંપતી રહેતી, રમવાની ઉંમર હોવા છતાં સૌરભને રમવા જવા […]

એક બાળકની શીખ

આજે કુદરત એક ગુલાબી મિજાજમાંથી કહેર વર્તાવવાના મૂડમાં હતો, સામાન્યતઃ વાતાવરણમાં ઠંડકનો પારો 12 થી 15 ડીગ્રી રહેતો હતો પણ આજે મોબાઈલમાં જોવા મળતો ઓનલાઈન વેધર કંડીશન મુજબ 4 થી 5 ડીગ્રી થઈ ગયો હતો. આખો દિવસ બંધ ઓફિસમાં બહારનું વાતાવરણ કેવું હશે તેનો ખ્યાલ વિમર્શને ન હતો. […]

મહત્વકાંક્ષા

ખૂંધ નીકળી ગયેલ કદરૂપો માણસ સંધ્યા સમયે સુમસાન શેરીની દીવાલ પરના પોસ્ટર પાસે આવી ઉભો રહ્યો અને મનોમન હરખાતો આકાશ તરફ જોઈ.” જો મા તે કહેલ શબ્દો સાચા ઠર્યા! હું ફેમસ થઈ ગયો. મા તું હમેશાં કહેતી અને મારા ખોટા વખાણ કરતી અને કહેતી, “હું ખુબજ સુંદર છું, […]

રામ રાખે તેને કોણ ચાખે!

“બાપુજી અમે જઈએ છીએ, હિતુ રૂમમાં હજુ સૂતો છે” “ભલે બેટા તમે તમારે જઈ આવો અમે અહીં ઘર પર જ છીએ.” “બાપુજી ટી.વી.સેટ કરી દીધું છે તમારે માત્ર રિમોટમાં ‘ઓન’ બટન દબાવી શરૂ જ કરવાનું છે” “ભલે બેટા.. આવજો..સીતારામ..” “સીતારામ” સુભાંગી અને કૃપેશ બન્ને સવારે 7 વાગે શાળાએ […]

મેડલ

“મમ્મી….કાલે પપ્પાને મેડલ મળવાનું છે ને!! કાલે સવારે મને વહેલા ઉઠાડી દેજે..મેડલ સાથે સેલ્ફી લઈ હું મારા મિત્રોને બતાડિશ. દેશના રાષ્ટ્રપતિના હાથે મારા પપ્પાને મેડલ મળશે એ કંઈ નાની વાત થોડી કહેવાય!” નાનકડી સાત વર્ષની તૃષા તેની મમ્મી સાથે ઉત્સાહભેર વાત કરી રહી હતી, અને ઉત્સાહ હોય જ […]

નેત્રમ

શિયાળાની સવાર ,ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઉપરથી રજાનો દિવસ શહેરની મધ્યમાં આવેલ 10 માળના ટાવરના છઠ્ઠા માળેની બાલ્કનીમાં બેઠા ચા પીતા છાપું વાંચવાની મજા જ કઈ અલગ હોય છે. પ્રદ્યુમન આ આહલાદક આનંદ ની મજા માણતો હતો. એ પ્રકૃતિ પ્રેમી હતો, બાલ્કનીમાં નાનાં-મોટાં જુદા જુદા ફૂલોના કુંડાઓ રાખ્યાં […]

પુર્ણ પ્રેમ

સાથ નહીં સંગાથ આપવિચારીને નહીંએમ જ આપ… હું માંગીશ નહીંતું સમજીને આપ જોખીને નહીંબેહિસાબ આપ કોઈ સ્વાર્થથી નહીંપૂર્ણ પ્રેમથી આપ દિવસો, મહિના, વરસો નહીંજીવનભર આપ નિયમો સૌ કોરે રાખબંડખોર બનીને આપ નામની નથી પરવા કોઇસ્નેહના સંબંધે આપઆંખોની ભાષા સમજીનેહ્રદયના ધબકારે આપ પૂર્ણતાની નથી મંછાથોડું થોડું સઘળું આપ શું […]

એક ગેરસમજણ

“બાય પપ્પા…” “બાય બેટા.. તોફાન ન કરતાં… અને મમ્માને હેરાન પણ ન કરતાં…” “હા…પપ્પા.બાય….” “સ્મૃતિ..બાય…તારું ધ્યાન રાખજે…મમ્મી-પપ્પાને મારી યાદી આપજે…” “હા..ભલે…તમે પણ તમારું ધ્યાન રાખજો… આજે વાતાવરણમાં બફારો બહુજ છે.. કદાચ માવઠું થશે..દૂધ ફ્રીઝમાં રાખ્યું છે.. બાઈને મેં બધું સમજાવી દીધું છે. તમારા ઓફિસે જવા પહેલાં રોજ આવી […]

જવાબદારી

“ઔર યે લગા સિકસર….” આ શબ્દો જ્યારે કાને પડે છે ત્યારે ચુનીલાલ ભૂતકાળ ની યાદોમાં ખોવાઇ ગયા… રિંગ રોડ ની સાઈડ માં એક મેદાન માં ક્રિકેટ રમાઈ રહી હતી અને માઇક માં એક ઉત્સાહી,અનુભવી, રમતના જાણકાર વ્યક્તિ એમની આગવી શૈલીમાં પુરે પુરા રસથી તરબોર થઈ ક્રિકેટ ની કોમેન્ટ્રી […]