Advertisements

બાળપણ

બાળપણ.. સો માંથી સો નથી લાવતું મારું બાળક…પહેલા બીજા નંબરની દોડમાં નથી જોડાયુ મારું બાળક..ખૂબ રમે છે, સપના જુએ છે, જીદ કરે છે..અને કરી નાખે છે વાતો ..ક્યારેક તો સમજદારીની પણ ..અને હા તે વાંચે છે પણ એટલુ જ જેટલી એને લાગે છે જરૂર.કહી શકો છો તમે કે […]

Advertisements

દીકરી

વિશ્વ મહિલા દિન લખેલ નવલિકા “દીકરી”વાર્તા લેખિકા : – રીટા મેકવાન મધરાતનો સુમાર , આખું ગામ સ્તબ્ધતા ઓઢીને સુઈ ગયું હતું. એક મા પોતાની લાડકી દીકરીનું માથું ખોળામાં લઇ સુવાડી રહી હતી…….અને દીકરીએ જોરથી ચીસ પાડી…”હું ચોર નથી ..મને નહિ મારો…મને છોડી દો ….મારું શિયળ નહિ લુંટો ……મને […]

કદર

ટૂંકી વાર્તા : “કદર” સંદીપ ડાઇનિંગ ટેબલ પર બેસીને ચાહ નો આનંદ માણી રહ્યો હતો. રવિવાર હતો એટલે આરામ હતો. “આજે દૂધી ચણાની દાળ બનાવજે.” સંદીપે એની પત્ની મીના ને કહ્યું. મીનાએ તરતજ છણકો કરતા કહ્યું “એક કપ ચાહ નથી બનાવતા અને રોજ રોજ ઓર્ડર કરીને નવી નવી […]

પગભર 

પગભર  પ્રસન્ન ચિત્તથી હાસ્ય લાવી શકાય છે,પડતર જમીનમાં બીજ વાવી શકાય છે, સહજતા દાખવી સંબંધો જાળવવા,અપાચ્ય વાત કે વર્તન ચાવી શકાય છે, ગમા અણગમાને નજર અંદાજ કરીને,મળ્યું એને ગમતું કરી ચલાવી શકાય છે, ભૂલવા ચાહે લાખ કોઈપણ સદા માટે,એક મીઠા સ્મરણમાં આવી શકાય છે, નસીબ કે પરીસ્થિતીને કોસવાને […]

ડેડી વગરનું ટેડી

લઘુ કથા : ડેડી વગરનું ટેડી નિત્યક્રમ પતાવી હું રોજના નિયમ પ્રમાણે મંદિર જવા નીકળ્યો..થોડે દુર ગયો હોઈશ ત્યાં એક લગરવગર બાળકી હાથમાં તૂટેલી ફુટેલી ઢીંગલી લઈને એક વિશાળ ટોય મૉલ માં એનાથી પણ કદમાં મોટા ટેડી ને બહારથી કાચમાં જોતી દેખાઈ. હું નજીક ગયો એને જોવા માટે […]

પેકેજ

ટૂંકી વાર્તા : “પેકેજ” રવિવાર હતો, દિલીપ અને હિના આરામથી ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. ત્યાંજ ચાર પાંચ પાડોશીઓ આવ્યા અને સોફા પર ગોઠવાઈ ગયા. બધા દિલીપ અને હિનાને વધાઈ આપવા લાગ્યા, એકે કહ્યું “સાંભળ્યું છે કે તમારો દીકરો અને વહુ ફોરેનની ટ્રીપ ઉપર જાય છે તે પણ ૬ […]

બોલો જય હિન્દ

બોલો જય હિન્દ તે દિવસથી મને શંકા ગઈ જ્યારથી એ યુવાન મારી ડ્યુટી ના સમયે જ રાતના અગિયાર વાગે રોજ આવે અને મારા નિગરાની હેઠળના એ.ટી.એમ. મશીનમાંથી માત્ર સો રૂપિયા ઉપાડીને ગાયબ થઈ જાય. હું એક કાશ્મીરની ખીણ માં આવેલી દુર્ગમ ટેકરી પર વોચમેન છું, મારી ડ્યુટી રાતે […]

મળી

શોધવા બેઠોતો પણ ન મળીમને મારી આદરેલી..આ શ્વાસોની રમતમાં,ગમતી બે પળ ન મળી.. પછી થયું કેએવી તો ઘણીઈચ્છાઓ હતીજે સમયસરકે માપસર નથી મળી,એવા ગુંચવાયાઆ રમતમાં કેખુશીની કોઈવ્યાખ્યા ન મળી.. ઓફીસ પર જઈને બેઠો..જે કામ કરતો હતોએ ફાઈલ ન મળી.બોસ સાથે આંખો મળી..તો ચહેરા પર એનાંસ્માઈલ ન મળી.મને યાદ […]

પ્રમાણિક

વાર્તા : “પ્રમાણિક” કેશવ વજીફદાર, ખુબ સાદગી પસંદ, હોશિયાર, પ્રામાણિક માણસ. રાષ્ટ્રીયકૃત બેન્કમાં મેનેજર હતા અને એમની કુનેહ માટે એમને હંમેશા લૉન ડિપાર્ટમેન્ટ માં સ્ક્રૂટિની ઓફિસર તરીકે રહેતા. કેશવ ની બદલી મુંબઈ ખાતે વાલ્કેશ્વર જેવા નીઓ રિચ એરિયામાં થઇ અને ત્યાં પણ લોન ડિપાર્ટમેન્ટ માં થઇ. એ બ્રાન્ચ […]

દર્દીએ ડૉક્ટર માટે લખેલી કવિતા

એક દર્દીએ ડૉક્ટર માટે લખેલી કવિતા, કોઈ ટીકા- ટીપ્પણ વિના : “સાહેબ તમારી પ્રેક્ટીસ માટેઅમે કેટલો બધો ભોગ આપ્યો છે,અમારા કુટુંબના દરેક જણેકોઈ ને કોઈ રોગ રાખ્યો છે; સગાં જે આજે ‘સ્વ.’ છેએ બધા જયારે ‘શ્રી’ હતા,યાદ કરો સાહેબ કે તેઓતમારા જ દર્દી હતા; ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પરજે […]

દુલા રણછોડ

આ સત્યઘટનાં વાંચો, અને જો આંખે આસુંની ધાર ન વહી જાય તો કહેજો. અને જો સમય હોય તો શેર કરજો. પાંચાળ પ્રદેશમાં તમે દુલા રણછોડનું નામ આપો એટલે લોકો તમને માર્ગ કરી દે આવી એની હાંક!! એય પાંચ હાથ ઊંચો, કરડી આંખો, હંમેશા લાલચોળ જ હોય!!! કોઈએ એને […]

નહિ શકો

(ગાલગાગા × ગાલગાગા × ગાલગાગા ×ગાલગા) ભેજ છે જે કાષ્ઠમાં એને જલાવી નહિં શકો, કોતરાયું કાળજે એને છુપાવી નહિં શકો, હાથ ઝાલીને હરિનો નાવ જે હંકારતા, લાખ કોશિશો કરો એને ડુબાવી નહિં શકો, ડંખ લાગ્યા જે કળીને બાગના ભમરા થકી, કેટલું જળ સીંચશો એને સજાવી નહિં શકો, આવતી […]

મન નો મોબાઈલ

“મન નો મોબાઈલ “ તમે નહિ માનો પણ ૧૯૮૦ માં પણ મારી પાસે મોબાઈલ હતો –મન નો મોબાઈલ. જયારે પણ મન થાય અને મિત્રો ને યાદ કરું તો અચૂક હાજર થઇ જાય, મન ની આંખ ના કેમેરા થી લીધેલી તસ્વીરો આજે પણ Heart ની Gallery માં આવી ને […]

પ્રપોઝ

અમે મેરીટ બેકરી આગળ ઉભા સુમનની રાહ જોઈ રહ્યા હતા. શિયાળાના દિવસો હતા એટલે સાંજ થતા જ અંધારું અને ઠંડી બંને જોર પકડવા લાગ્યા હતા. મોનિકાએ તેનો કોટ પહેરેલ હતો એટલે તેને વાંધો ન હતો અને અનિરુદ્ધ તથા જયેશને મોડી રાત સુધી ઠંડીમાં પણ બાઈક પર રખડવાની આદત […]

દરવાજો…..

યામીનું શૂટિંગ ચાલતું હતું. કોઈ સોન્ગના દ્રશ્યો લેવાતા હતા. રોમાન્ટિક સોન્ગના દ્રશ્યોમાં યામી અને તેનો સાથી કલાકાર માનવ બંને કોઈ નદી કિનારે દેખાતા હતા. કેમેરા ફોક્સ થતા હતા. ડાયરેકટર અને ટિમ અવનવા એંગલથી કેમેરા ગોઠવીને શુટિંગ કરતા હતા. દ્રશ્યમાં પ્રજાને ગમે એ પ્રકારના બોલ્ડ સીન્સ લેવાતા હતા. સોન્ગના […]

જાત્રા

ટૂંકી વાર્તા : “જાત્રા” સુશીલ અને નીલિમા બંને નું લગ્ન જીવન ખુબ સુખી. બે બાળકો, બંને હોશિયાર, અને સંસ્કારી. દાદા દાદી પણ સાથે જ રહે, એક હર્યું ભર્યું ઘર હતું એમનું. રાત્રે બધા સાથે જમવા બેઠા ત્યારે સુશીલે કહ્યું “આ વખતે વેકેશનમાં વૈષ્ણવ દેવી ની જાત્રા કરવા જવાનું […]

હોવી જોઇએ

પાત્રતા પુરવાર હોવી જોઇએહર દશા સ્વીકાર હોવી જોઇએ ચાલશે કેવળ ઈશારો હા વિષેના, ખુલાસાવાર હોવી જોઇએ સોંસરો ઉતરી શકે ઊંડે સુધીશબ્દને પણ ધાર હોવી જોઇએ અર્થ અવળો થઇ શકે છે મૌનનોવાત વિગતવાર હોવી જોઇએ ઝાંઝવા ખળખળ નથી વહેતાં કદીજાત મૂશળધાર હોવી જોઇએ ! હસ્તગત કંઇ હોય કે ના […]

તેવું પણ બને

સબંધ સ્નેહનો હોય ને કોઈ વ્યવહાર ન હોય, તેવું પણ બને,મળ્યો હોય કોઈ રોગ, તેની સારવાર ન હોય, તેવું પણ બને. શોધો કોઈ તિરાડ કે ઝાંકી મળે, બહારની અસલ દુનિયાની,જે ઓરડામાં કેદ તમે, તેમાં કોઈ દ્વાર ન હોય, તેવું પણ બને. સફળતાની દોડમાં ક્યાંક ગુમાવી ન દો, જે […]

સારવાર

ટૂંકી વાર્તા : “સારવાર” ૧૦ વર્ષ નો ચિન્ટુ રમતો રમતો ઘર માં પ્રવેશ્યો, એને જોઈને એના પપ્પા મમ્મી, નિલેશ અને અનુપમા એક નિસાસો નાખી ગયા. ચિન્ટુ એના રૂમ માં ગયો એની પાછળ એના મમ્મી પપ્પા પણ ગયા. ચિન્ટુ ચોપડી વાંચવા માં મગ્ન હતો ત્યાં એના પપ્પાએ કહ્યું “બેટા […]

હવે તો એક જ લક્ષ્ય

મગનભાઈ અને દયાબેનનો એક જ દીકરો દીપક. ખુબ જ લાડકો, વિનમ્ર અને લાગણીશીલ. મા બાપના આંખોનો તારો. મગનભાઈ નું એક જ લક્ષ્ય હતું, તેઓ દીપકને એન્જિનીયર બનાવવા માંગતા હતા. ધોરણ બાર ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો દીપક ખુબ જ મહેનત કરતો હતો. અને એ તેજસ્વી પણ હતો. અત્યાર […]

હોલિકા દહન

હોલિકા દહન – વિશ્વ કલ્યાણનો સંકલ્પ વૈદ્યરાજ અને તેમના મિત્ર શ્રીધરજી આરોગ્ય વિશેની સુખરૂપ સંભાષા કરી રહ્યા હતા. શ્રીધરજીએ આયુર્વેદ વિશે જાણવાની ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો, ‘વૈદ્યરાજ, અત્યારે કોરોના વાયરસ કે અન્ય મહામારીઓના વધી રહેલા જુદા જુદા વાયરસ વિશે આયુર્વેદ શું વિચારે છે?’ ‘તમે તો જાણો છો કે આયુર્વેદ […]

તારા નામનું

જીવનનો અર્થ મારા રટણ ફક્ત તારા નામનું,જીવનનું ધ્યેય મારા શરણ ફક્ત તારા નામનું. ન હોય કોઈ બીજું, તારા સિવાય કશે પણ હવે,ઈચ્છું છું કે વીતે દરેક ક્ષણ ફક્ત તારા નામનું. વિરહ પણ સ્વીકાર્ય છે જો સ્નેહ તારો મળી તો,ન હોય સામે તો રહે સ્મરણ ફક્ત તારા નામનું. સરિતા […]

એક બંગલા બને ન્યારા

ટૂંકી વાર્તા : ” એક બંગલા બને ન્યારા” ! સુમનકાકા ચાલી માં એકલા રહે, છોકરો શ્યામ અમેરિકા માં એન્જીનીયર અને વેલસેટ હતો. કાકાએ એક દિવસ મને બોલાવીને કહ્યું : ‘બેટા, ગ્રામોફોનની પિન કશે થી શોધીને લાવી આપ ને. જુના રેડીઓ રિપેરર પાસેથી મને પિન મળી ગયી. કાકાને પિન […]

આપી જુઓ

(ગાગાલગા×4) ભાંગી પડેલી ભીંતને આધાર તો આપી જુઓ,જડતા ભરેલી રીતને પડકાર તો આપી જુઓ, પ્રીતમ વસે પરદેશ જેનો જાગતી જે રાતભર,એ પ્રાણ પ્યારીને નયન પલકાર તો આપી જુઓ, જીવન સફરની દોડમાં હારી જવું હોતું રહે,નિર્જીવ થયું છે જે હ્રદય થડકાર તો આપી જુઓ, લાલચ બતાવી આપશે રાવણ સરીખી […]

પુસ્તક પરિચય: સુખને એક CHANCE તો આપો

અભિનંદન: આપ દુનિયાની સૌથી સુખી વ્યક્તિઓમાંના એક બનવા જઈ રહ્યાં છો. સુખની વ્યાખ્યા શું ? બીજાને મળેલ વૈભવ, એશોઆરામ, કે પછી કોઈપણ ભૌતિક વસ્તુને જાણે અજાણે આપણે સુખ માની બેસીએ છીએ, ખરેખર તો સુખની વ્યાખ્યાઓ કરવાને બદલે સુખને જીવનનો હિસ્સો કઈરીતે બનાવી રાખવો એ આમ જુઓ તો આપણાં […]

દીવાલ

ટૂંકી વાર્તા : “દીવાલ” ઉમાકાન્ત પટેલ એક ગર્ભ શ્રીમંત નામ. એમના બે દીકરા નામે શૈલેષ અને નૈનેશ; ઉમાકાન્ત શેઠ પોતાની પાછળ વિશાળ કોઠી અને વાડી છોડી ને ગયા હતા. જોઈન્ટ ફેમિલીમાં રહેતા બંને દીકરાઓ વચ્ચે સહેજ પણ મનમેળ ના હોવાથી વાડી અને કોઠીના બે ભાગલા કરી દેવા માં […]

નિખાલસતા

(લગાગાગા×4) નિખાલસતા મઢાવીને અધર પર હાસ્ય રાખે છે,અરિના કોઇપણ પ્રહારને એ માત આપે છે. વચન કે વાતને વળગી રહે જે શ્વાસ છેલ્લો હો,સફર આ જિંદગીની એમને આસાન લાગે છે, ના પરવા માલ મિલકત કે નથી ખ્વાહિશ પ્રસિધ્ધિની,સહારે જેમના ખીલાય એ સંગાથ માગે છે, ફરે છે છુંદણામાં નામ જેનું […]

પુસ્તક પરિચય: મેઘધનુષી માનુનીઓ

સ્ત્રીઓ એ પુરૂષ સમોવડી થવાની જરૂર ખરી..!!? દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તો સફળ સ્ત્રીની પાછળ એક પુરૂષનો અને કુટુંબ સહકાર હોય જ છે. જો તમે કોઇ નિશ્ચય કરો અને તેને પુરો કરવા માટે તમામ શક્તિઓને કામે લગાડી દો અને એ દિશામાં ચાલવાનું શરૂ […]

ગજરો

ટૂંકી વાર્તા : “ગજરો” રૂપેશ અને પુષ્પા અઠવાડિયામાં ત્રણ ચાર વખત રાત્રે જ્યુસ પીવા નીકળે અને ચોપાટીના સિગ્નલ પાસે ગંગામાસી મોગરા જુહી ચમેલી ના ગજરા વેંચે, પુષ્પા તેની પાસે થી અચૂક એક ગજરો ખરીદે. હવે તો ગંગા માસી પણ બંનેને ઓળખતા થઇ ગયા અને સિગ્નલ ચાલુ થાય ત્યાં […]

મળશે

આત્મનિરક્ષણ કરો, ચારે બાજુ અરીસા મળશે,હ્ર્દય ચક્ષુથી નિહાળજો, સર્વત્ર કવિતા મળશે. હકારની સુગંધ રાખશો જો વિચારોમાં સદા તમે,દરેકના મનમાં અનેકોએક સુંદર બગીચા મળશે. દરેક જીવ પ્રત્યે દયાભાવ, કરુણા, પ્રેમ હશે તો,જોજો ખુશખુશાલ રહેવાના ઘણાં તરીકા મળશે. ખારાશ તેની જોઈને દૂર ના ભાગશો કદીય તમે,દરિયાના પેટાળમાં મીઠમધુરી એક સરિતા […]

હૃદય

ટૂંકી વાર્તા : “હૃદય” અક્ષય દેસાઈ જાણીતા હ્રદય નિષ્ણાંત હતા. આજે કન્સલ્ટિંગ માં ખુબ ગીર્દી હતી; એક પછી એક દર્દી ને તપાસી ને એને સલાહ સૂચનો આપતા. નર્સે કેબીન નું બારણું ખોલી ને બૂમ પાડી “પલ્લવી વાસુદેવ આવી જાઓ.” ડો. ની નજર ઊંચી થઇને બે ધબકારા ચુકી ગયા. […]