Advertisements

પુસ્તક પરિચય: ઝેન કથાઓ

માર્મિક કોમ્પેક્ટ કથાઓ : ઝેન કથાઓ જગતના તમામ ધર્મ,પંથ,સમુદાયો આખરે તો અજ્ઞાન રૂપી અંધકાર થી જ્ઞાન રૂપી પરમ તેજ તરફ જ દોરી જતાં હોય છે. આપણે સૌએ ઝેન કથાઓ ક્યાંકને ક્યાક સાંભળી જ હશે. ઝેન બોધકથાઓ એટલે ઝેન કથાઓ મુળ બૌધ્ધ ધર્મનો જ એક પંથ કહી શકાય. જાપાન, […]

Advertisements

લવ બર્ડ

ટૂંકી વાર્તા : “લવ બર્ડ” અવિનાશ અને સોનમ ના લગ્ન ને આશરે 2 વર્ષ થયા હશે; બંને ખુબ જ સારી રીતે રહેતા હતા; મુવી જોવું, હોટલ માં જમવું, ફરવા જવું, વિદેશ ની ટ્રીપ પણ કરી લીધી હતી અને ખાસ તો અવિનાશ સોનમ નું ખુબ ધ્યાન રાખતા; આ બધું […]

અર્પણ

(લગાગાગા લગાગાગા લગાગા) ઉઠી જેના ઉપરથી છત્રછાયા,નથી હોતા જરા પણ ઓરમાયા, બહુ બોલ્યા કરે મરવું છે મારે;એ ક્યાં છોડી શકે છે એક માયા! ખબર છે નષ્ટ થાશે અંતકાળે,છતાં શણગારતા સૌ રોજ કાયા. ગમે સંગાથ કરવો તાડનો ને,અપેક્ષા હોય છે શીતળ જ છાયા. સફળતાની ઇમારત બાંધવી છે!વગર નાખ્યે જ […]

શ્રદ્ધા

લગાગાગા × લગાગાગા × ગાગાગાગા અહલ્યા છું મને પથ્થરમાં શ્રદ્ધા છે,મને મારા વ્હાલા ઈશ્વરમાં શ્રદ્ધા છે, આ મન ક્યારેય ન અવળું આચરે કંઈપણ;મને મારાં મળ્યા ભણતરમાં શ્રદ્ધા છે ! એ મઝધારે નહીં દ્યે ડૂબવા નૌકા;અરે,મોજાં!મને સાગરમાં શ્રદ્ધા છે ! સ્મશાને ભસ્મ ચોળી ને ભલે બેઠો;રટણ એનું કરું હરહરમાં […]

છેલ્લી પાટલી

ટૂંકી વાર્તા: “છેલ્લી પાટલી” પરિમલ ને ખબર પડી કે એની સ્કૂલ ના શિક્ષક ભટ્ટ સાહેબ ખુબ બીમાર છે અને હોસ્પિટલ માં દાખલ કરેલા છે અને એમની આર્થિક હાલત પણ નબળી છે. પરિમલ ને એની સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા . પોતે ભણવામાં ખુબજ હોંશિયાર અને હંમેશા પેહલો […]

છેલ્લું પાનું

ટૂંકી વાર્તા : “છેલ્લું પાનું “ સિદ્ધાર્થ સાતમા ધોરણ માં ભણતો હતો ; ખુબ જ હોશિયાર અને વિવેકી ; આજે સ્કુલ માં ઇન્સ્પેક્શન હતું એટલે કલાસ ટીચર એ બધા છોકરાઓ ને સમજણ આપી દીધી હતી કે નિરીક્ષક આવે ત્યારે કેમ વર્તવું ; બીજા પિરિયડ માં નિરીક્ષક આવ્યા અને […]

જાગે છે

(ગાલગાગા લગાલ ગાગાગા) રાતભર એક નારી જાગે છે,સાથ એને અટારી જાગે છે, આવશે દ્વાર ચાલી ગઇ છે જે,આશથી એક બારી જાગે છે, સૂર્ય ના તાપથી તપી ઊઠી,ચાંદને ચાહનારી જાગે છે, એકલી એ જ ક્યાં છે સમજીને ,ચાંદ સાથે બિચારી જાગે છે, આવશે જાળમાં હરણ નક્કી,એ વિચારી શિકારી જાગે […]

પુસ્તક પરિચય “અકૂપાર”

પુસ્તકનું નામ: અકૂપાર લેખક: ધ્રુવ ભટ્ટ વિષય : પ્રકૃતિ અને માનવીના અનોખા સંબંધોની કથા. વિશેષતા : કુદરતની સમીપ હોવાની અનુભૂતિ. પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય   પુસ્તકની કિંમત: ૨૫૦ રૂ. ******* ‘અકૂપાર‘ પુસ્તક પૂર્ણ કર્યા સમયે એ જ પળે મનમાં ઉઠેલા ભાવોને મળેલી વાચા…….  ખમ્મા લેખકડાને….. શું બોલવું???…… જેમણે […]

વ્યાજ

ટૂંકી વાર્તા : “વ્યાજ “ શનિવાર નો દિવસ હતો , ઘરે બધા ભેગા થઇ ને એક દિવસ ની પીકનીક નો પ્રોગ્રામ બનાવતા હતા ; રવિવારે સવાર થી સાંજ તિથલ જવાનું નક્કી થયું . રમણીક દાદા પણ વાતો માં સામેલ હતા તેઓ આરામકુરસી પરથી ઉઠી ને પોતાના રૂમ માં […]

ઝાંખી છે

(ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા) અગણિત એવી ઈચ્છા મનમંદિરમાં સ્થાપી રાખી છે,શબ્દોમાં ઉતરી એ જીવનની આછેરી ઝાંખી છે, ઊગે ના દિવસ જેના વિના ને આથમતો પણ છે,ગીત ગઝલને મેં શ્વાસે શ્વાસે કંડારી નાખી છે, હરપળ જીવન રંગીન કરી ઇન્દ્રધનુષી રંગ ભરે,ઉદાસીને દૂર કરે ગીત ગઝલ જાણે સાકી છે, મીઠા […]

પરી

ટૂંકી વાર્તા : ” પરી “ પૌત્ર આજે જીદ લઇ ને બેઠો હતો કે દાદીમા કોઈ સારી વાર્તા સંભળાવો ને; દાદીમા એ કહ્યું સારું બેટા અહીં આવી ને સુઈ જા તને એક પરી ની વાર્તા કહું. એક પરી હતી જે બધા બચ્ચાઓ ને ખુબ વહાલ કરતી અને રમકડાંઓ […]

ગ્રહણ

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા) છોડો રસમ,ખાઓ કસમ ખુલ્લા કરો શૈતાનને!ના હારજો, સંહારજો, ના બક્ષજો હેવાનને! જ્વાલા બની સળગાવશે એ ના હવે ભડથું થશે,અબળા નથી ના છોડશે એ કોઈ પણ બેઈમાનને, નિયમ પછી એ તોડશે ના રાહ જોશે ન્યાયની,બસ માનશે અંતરતણા સૌ ન્યાયને ફરમાનને, લઇ હાથમાં ખંજર,ખડગ તૂટી જશે […]

યાદો નો રંગ

ટૂંકી વાર્તા : યાદો નો રંગ ખુબ સરસ વરસાદ વરસતો હતો; આજે ૫ મી જુલાઈ; બરાબર ૩૩ વર્ષ થયા મમતા ને છેલ્લી વખત મળવાને; જયારે પણ સુરત આવતી ત્યારે તાપી નદી ના કિનારે નાની દેરી પાસે એક બેન્ચ ઉપર અમે અચૂક બેસતાં અને કુદરત ને માણતાં અને કેહતા […]

મંથન

(ગાલગાગા ગાલગાગા ગાલગા)એક સગપણ તો મજાનું જોઇએ,જીવવાનું એ બહાનું જોઇએ, જીતમાં જે આવતું’તું દોડતા,હારમાં પણ એ વફાનું જોઇએ, દોષ બીજાના જ જોયા શું કરો!થોડું મંથન આતમાંનું જોઇએ, હાસ્યથી કે દર્દથી છલકી ઉઠે,આંખને કારણ વ્યથાનું જોઇએ, એકલા ઉત્સવ કદી ના માણજો,સુખ સહિયારું બધાનું જોઇએ, જાવ છો તો આવજો ના […]

જિંદગી

દામ વિના ક્યાં જડી છે જિંદગી?શ્વાસ સાથે સાંપડી છે જિંદગી, પોતિકા સાથે રહે છે ચૂપ એ,ખુદ સાથે બાખડી છે જિંદગી, સાચવી છે કાળજીથી ભરતે,રામજીની ચાખડી છે જિંદગી, જીવવું દુર્લભ છતાં જીવાય છે,અંધ માટે આંખડી છે જિંદગી, પ્રિયતમ સંગે મળે બેચાર પળ,તો ગુલાબી પાંખડી છે જિંદગી, તાંતણે સૂતરના ગૂંથે […]

કાંદા ના ભજીયા

ટૂંકી વાર્તા —કાંદા ના ભજીયા ધોધમાર વરસાદ વરસતો હતો ને હું કોઈ કામ માટે બહાર નીકળ્યો હતો ; માથે છત્રી લઇ ને એક શેરી માં થી પસાર થતો હતો ત્યાંજ એક ઘર ની બારી માંથી એક વડીલ એ મને બોલાવ્યો અને કહ્યું ભાઈ માફ કરજો પણ મને કાંદા […]

સમય

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) ઓટલે આવી સભામાં બેસવાનો છે સમય,જિંદગી બાકી રહી એ માણવાનો છે સમય! એક પડકારે ધ્રૂજાવી નાખતા બ્રહ્માંડને,કાંપતા હોઠે હવે વાગોળવાનો છે સમય, રોજ આધેડો બધા ભેગા થતાં જે બાંકડે,આજ એ સુના થયા સંભારવાનો છે સમય! સાવ જાણે હો નકામા એમ જોતાં લોક સૌ,આખરી ટાણે […]

મંદિર

એની  મા બહુજ ધાર્મિકવૃતિની હતી. મા એને રોજ શીખવાળતી કે વહેલા ઉઠી ને નાહિ-ધોઈ મંદિર જઈ ભગવાનનાં પૂજાપાઠ કરવા જોઈએ જેથી ભગવાન એમની કૃપા આપણા પર વરસાવતો રહે.એક દિવસ કોઈ કથામાં એ સાંભળી આવ્યો કે આપણું શરીરજ એક મંદિર છે અને આપણો આત્મા એ પરમાત્મા છે.બીજા દિવસે પૂજા […]

આપી જુઓ

(ગાગાલગા×4) ભાંગી પડેલી ભીંતને આધાર તો આપી જુઓ,જડતા ભરેલી રીતને પડકાર તો આપી જુઓ, પ્રીતમ વસે પરદેશ જેનો જાગતી જે રાતભર,એ પ્રાણ પ્યારીને નયન પલકાર તો આપી જુઓ, જીવન સફરની દોડમાં હારી જવું હોતું રહે,નિર્જીવ થયું છે જે હ્રદય થડકાર તો આપી જુઓ, લાલચ બતાવી આપશે રાવણ સરીખી […]

નવા જમાઈને સસરાએ લખેલો પત્ર

પ્રિય દીકરા, થોડા સમય પહેલા મારી બાયપાસ સર્જરી કરાવતી વખતે, ઓપરેશન ટેબલ પર મારી જાતને મેં ડૉક્ટરોના હાથમાં સોંપી દીધેલી. બસ, એટલી જ શ્રદ્ધાથી મારી દીકરી તને સોંપુ છું. મારી દીકરી અત્યાર સુધી એવું જ માનતી આવી છે કે પુરુષ એટલે પપ્પા. તું એની જિંદગીમાં આવનારો સૌથી મહત્વનો […]

પુસ્તક પરિચય “તોત્તો ચાન”

પુસ્તકનું નામ: તોત્તો-ચાન મૂળ જાપાની લેખિકા: તેત્સુકો કુરોયાનાગી ગુજરાતી અનુવાદક: રમણ સોની વિષય : શિક્ષણ (સમાજ ઉપયોગી) વિશેષતા : જાપાનની એક શાળાની સત્યવાર્તા પ્રકાશક: નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા પુસ્તકની કિંમત: ૮૫ રૂ.   શાળામાં ભણવા બેસતાં પહેલાં જ મારા મા-બાપુએ મને પુસ્તકોના ઢગલા વચ્ચે મૂકી દીધી હતી. ત્યાર […]

પુર્નલગ્ન

“અનુ , તને કંઈ સંભળાઈ છે?” રસિકભાઇએ સહેજ ચિંતાના સૂરમાં અને દબાતા અવાજે અનસુયાબેનને પૂછ્યું. “હાં , પણ શું કરું? જયારે હું પણ મારા એકના એક દિકરા, મારા કાળજાના કટકાને ભૂલી ના સકતી હોઉં અને છાનું રડી લેતી હોઉં તો નિશા ને કેમ શાંત રાખું?” અનસુયાબેને ભીના અવાજે […]

ટ્રમ્પ ની અમદાવાદ મુલાકાતની તૈયારી

ડોનાલ્ડ ટ્રમ્પ – મેલેનિયા પેકિંગ થઈ ગયું? ત્રણ દિવસથી બેઠી છે પેકીંગ કરવા, હજુ પાર નથી આયો..ઈન્ડિયા જવાનું નામ સાંભળ્યુ ત્યારથી ખબર હતી આના બિસ્તરા પોટલા ઝાઝા હશે એમાંય પાછુ અમદાવાદ જવાનું છે! મેલેનિયા ટ્રમ્પ – હા હવે બસ પતવા આવ્યુ આ થોડા તમારા માટે ઝભ્ભા લેંઘા સીવડાવવા […]

શ્યામનું ગીત ગવાયું.

માનસપટ પર તો એ જ છવાયું,અંતરને જે લાગે સૌથી સવાયું, હો મીષ્ટ અઢળક મુખ સન્મુખ,પણ, દંતથી ક્યાં બધુંય ચવાયું! મનની વાત નથી સહેલી કહેવી,હોઠે તો વરખસહિત જ લવાયું, હથિયાર એકેય ના ઘાયલ કરતું,જેટલું વાણીના વારે મન ઘવાયું, આજીવન મનગમતું રટ્યા કર્યુ,અંત સમયે શ્યામનું ગીત ગવાયું. -પાયલ ઉનડકટ

कभी कभी

कभी कभी बेलफ़्ज़ होना भी जरुरी है, कभी कभी ख़ामोशी को सुनना भी ज़रूरी है। ऐसा तो नहीं हर बार लड़ाई दिल और दिमाग की ही हो, कभी कभी ख़ुदसे लड़ना भी ज़रूरी है। ऐसा तो नहीं सपने की ज़िन्दगी सच ही हो, कभी कभी आँखे खोल लेना […]

વિશ્વ માતૃભાષા ગૌરવ દિન

ઈ. સ. ૨૦૦૦ની સાલથી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા ગૌરવ’ દિનની ઉજવણી કરવામાં આવે છે તેની ખબર ઘણાને હશે, પણ આ ઉજવણી શા માટે ૨૧મી ફેબ્રુઆરીએ જ કરવામાં આવે છે તેની ખબર બહુ ઓછા લોકોને હશે. ઈ. સ. ૧૯૯૯ની ૧૭મી નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની પેટા સંસ્થા ‘યુનેસ્કો’ દ્વારા […]

કૈલાસવાસી

ભસ્મ સ્મશાનની ચોળી અંગે,રાખે ભૂતની ટોળી સદા સંગે, પહેરી સર્પમાળા ગ્રીવાએ,રુદ્રાક્ષ ગળે ધર્યુ શિવાએ, કર્યો સર્પનો શણગાર નિજકંઠ,હળાહળ વિષ ધરે નીલકંઠ, જટાપર તો ગંગાજી અવતરી,શોભાવે મસ્તકે શશી ચંદ્રમૌલી, નયનથી ક્રોધ છલકાવે જતિ ,કરે નટરાજ તાંડવ ઊમા પતિ, ફરે છે નંદી પર કરીને સવારી,શ્રાવણ માસે ભજે સૌ નરનારી, સ્મશાને […]

આવ્યા તમે

(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા) વેરાન રણ છે જિંદગી, ગુલાબ થઈ આવ્યા તમે,આંખે મઢેલી પ્રેમની ,કિતાબ થઈ આવ્યા તમે. આ એકલું એકાંત પણ,જાણે બન્યું છે બેકલું,એકેકમાંથી થાય બે, હિસાબ થઈ આવ્યા તમે, ચરણે ધર્યું તનમન બધું ના કોઇએ હૈયે ભર્યા,આપ્યા દિલાસા દાદના ઈલકાબ થઇ આવ્યા તમે, ઝૂકી અને ખુદ […]

गाय माता

एक दिन मंगलवार की सुबह वॉक करके रोड़ पर बैठा हुआ था,हल्की हवा और सुबह का सुहाना मौसम बहुत ही अच्छा लग रहा था,तभी वहाँ एक कार आकर रूकी, और उसमें से एक वृद्ध उतरे,अमीरी उसके लिबाज और व्यक्तित्व दोनों बयां कर रहे थे। वे एक पॉलीथिन बैग […]

ક્રોધ નો પરિવાર

ક્રોધ નો પરિવાર.~~~તમને નવાઈ લાગશે પણ ક્રોધનો પરિવાર છે. ક્રોધની ઍક બેન છે તેનું નામ ” જીદ ” છે જીદ હમેશા ક્રોધની સાથે જ રહે છે. ક્રોધની પત્ની છે ” હિંસા ” જે છુપાયેલી રહે છે પણ ક્યારેક બહાર આવી ખાનાખરાબી કરે છે. ક્રોધનો સગો ભાઈ છે અહંકાર. […]

હેપ્પી બર્થડે આસ્થા

વ્હાલી આસ્થા, ઝૂમો, નાચો અને ગાઓ,જનમદિવસ છે તમારો, સ્મિત હોઠે છલકાવી,સારું જીવન સંવારો, રહો ખુશ સદા પણ,અમને ના કદી વિસારો, આપની યાદોનો ખજાનો,હવે છે દિલનો સહારો, મળે રાત તને અજવાળી,અંધારે અમારો ઇજારો, રહે દૂર દર્દ બધા તારાથી,છે દુઆ એ ઉપહાર મારો, જન્મદિન પર યાચું એ જ,રહે હર્યોભર્યો સંસાર […]